Last road of India: આ છે ભારતનો છેલ્લો રસ્તો? વિશાળ શિવલિંગ જેવો લાગે છે રોડ, જુઓ વીડિયો
Last road of India: આ છે ભારતનો છેલ્લો રસ્તો? વિશાળ શિવલિંગ જેવો લાગે છે રોડ, જુઓ વીડિયો
Last road of India
Last road of India: ભારતના છેલ્લા રોડનો એક વીડિયો ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં રોડની સુંદરતા (Amazing places in india) જોવા મળી રહી છે. આકાશમાંથી જોવામાં આવે તો આ રસ્તો વિશાળ શિવલિંગ જેવો લાગે છે.
ભારત (India) વિવિઘતાથી ભરેલો દેશ છે. ભારતમાં એવા ઘણા સ્થળો છે જેની સુંદરતા (Amazing places in india) જોઈ તમે અભિભૂત થઈ જશો. ભારત ભૌગોલિક રીતે વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ તે ચીન પછી બીજો સૌથી મોટો દેશ છે. ભારત વિશે તમે ઘણુ બધુ જાણતા હશો અને ધણુ બધુ હજુ જાણવાનું બાકી હશે.
દેશ સાથે જોડાયેલી એવી બીજી ઘણી માહિતી છે, જેનાથી દેશમાં રહેતા લોકો અજાણ છે. તમે જોયું જ હશે કે ભારતમાં દરેક જગ્યાએ રસ્તાઓનું નેટવર્ક છે. તમે જ્યાં પણ જશો ત્યાં તમને કોઈને કોઈ રસ્તો મળશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનો છેલ્લો રસ્તો ક્યાં (Last road of India) છે અને તે કેવો દેખાય છે?
તમિલનાડુના એક નિર્જન ગામમાં છે ભારતનો છેલ્લો રસ્તો
આવા અનેક સવાલો છે, જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આવો પ્રશ્ન વારંવાર મનમાં આવે છે કે દુનિયાનો અંત ક્યાં છે. આવો જ એક પ્રશ્ન ઊભો થાય છે કે શું તમે જાણો છો કે ભારતનો છેલ્લો રસ્તો ક્યાં છે? જો તમે નથી જાણતા તો ચાલો તમને જણાવીએ. વાસ્તવમાં, દેશનો છેલ્લો રસ્તો તમિલનાડુના એક નિર્જન ગામમાં છે, જે ધનુષકોડી તરીકે ઓળખાય છે.
આ ગામ ભારત અને શ્રીલંકા વચ્ચેની એકમાત્ર પાર્થિવ સરહદ છે, જે પાલ્ક સ્ટ્રેટમાં રેતીના ટેકરા પર હાજર છે. આ ગામને ભારતની છેલ્લી ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને તે આ રસ્તા પર છે, જેને ભારતનો છેલ્લો રસ્તો કહેવામાં આવે છે.
વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ
આ રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તાની સુંદરતા જોવા મળી રહી છે. આકાશમાંથી જોવામાં આવે તો આ રસ્તો વિશાળ શિવલિંગ જેવો લાગે છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલ માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 46 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. લોકોએ આ રોડને ખૂબ જ સુંદર ગણાવ્યો છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર