Home /News /eye-catcher /વાંદરુ આવી રહ્યુ છે શાળાએ, વિદ્યાર્થીઓ સાથે કરી રહ્યુ છે અભ્યાસ; વીડિયો થયો વાયરલ
વાંદરુ આવી રહ્યુ છે શાળાએ, વિદ્યાર્થીઓ સાથે કરી રહ્યુ છે અભ્યાસ; વીડિયો થયો વાયરલ
સ્કૂલે ભણવા આવતું વાંદરુ
Viral Video : સોશિયલ મીડિયા પર સ્કૂલે આવતા વાંદરાનો વીડિયો હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વાંદરુ દરરોજ સ્કૂલે આવી પ્રથમ બેન્ચ પર બેસી અભ્યાસ કરે છે. તે છેલ્લા છ દિવસથી સ્કૂલે આવી રહ્યુ છે. વન વિભાગના અધિકરીએ રેસ્ક્યૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વાંદરુ તેમની પકડમાં આવી રહ્યુ નથી.
હજારીબાગઃ બાળકોના સ્કૂલે જવાના શોખ અને જુસ્સાને લગતી કેટલાય ખબરો તમે વાંચી હશે અને જોઈ હશે, પરંતુ પ્રાણીઓના સ્કૂલે જવાના સમાચાર ભાગ્યે જ વાંચ્યા અને સાંભળ્યા હશે. પ્રાણીઓનું સ્કૂલે જવું માત્ર ફિલ્મોમાં જ જોવા મળતું હોય છે. મળેલી જાણકારી અનુસાર, એક વાંદરુ સ્કૂલ જવાને કારણે ચર્ચાનો વિષય બન્યુ છે. એવુ નથી કે વાંદરાએ માત્ર એક જ દિવસ ક્લાસ અટેન્ડ કર્યો હોય, પરંતુ તે ગત 6 દિવસોથી સતત સ્કૂલે આવી રહ્યું છે.
વાંદરાના સ્કૂલે આવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના ઝારખંડના હજારીબાગના ઉત્ક્રમિત પ્લસ ટૂ હાઈસ્કૂલ દનુઆની છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે, વાંદરુ વગ્રખંડમા આવે છે, કોઈ પણ જાતનું નુકસાન કર્યા વિના શિક્ષક જે ભણાવે છે તે સાંભળી અને જતુ રહે છે. સ્કૂલના આચાર્ય રતનકુમારે જણાવ્યું કે, વાંદરુ સ્કૂલે આવીને ક્લાસ અટેન્ડ કરે છે, 10 વાગ્યે જતુ રહે છે.
શનિવારથી સ્કૂલે આવી રહ્યુ છે વાંદરુ
આચાર્યે જણાવ્યુ કે, વાંદરુ શનિવારથી સ્કૂલે આવી રહ્યુ છે. તે દરરોજ તેના સમયે સ્કૂલે આવે છે અને ક્લાસ અટેન્ડ કરીને જતુ રહે છે. એમ તો તેણે કોઈ પણ બાળકને નુકસાન નથી પહોંચાડ્યુ પરંતુ વાંદરાને લીધે બાળકોમાં ડર બનેલો છે. વન વિભાગના અધિકરીએ રેસ્ક્યૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વાંદરુ તેમની પકડમાં આવી રહ્યુ નથી.
શનિવારે જ્યારે વાંદરુ સ્કૂલે આવ્યુ તો 9માં ધોરણના વર્ગખંડમાં બેસી ગયુ હતું. ત્યારબાદ તે દરરોજ અલગ-અલગ વર્ગખંડોમાં પ્રથમ બેન્ચ પર બેસી જાય છે. વાંદરાના આવવાથી બાળકોમાં ગભરાહટનો માહોલ છે. તેમણે વાંદરાને પકડવા વન વિભાગના અધિકારીઓને પણ અપીલ કરી છે. ગૌતમ બુદ્ધ વન્યજીવ અભયારણ્યના વન કાર્યકરો વાંદરાને પકડવા સ્કૂલ પહોંચ્યા, ઘણા પ્રયાસ કર્યા બાદ પણ તેઓ વાંદરાને ન પકડી શક્યા. વન વિભાગની ટીમ પણ વાંદરાને પકડવા માટે પ્રયત્ન કરી રહી છે પરંતુ અત્યાર સુધી સફળતા મળી નથી.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર