Video : પાણીની જગ્યાએ નળમાંથી નીકળી રેડ વાઇન, કોઇએ પીધી તો કોઇએ...

News18 Gujarati
Updated: March 7, 2020, 1:31 PM IST
Video : પાણીની જગ્યાએ નળમાંથી નીકળી રેડ વાઇન, કોઇએ પીધી તો કોઇએ...
નળમાંથી વાઇન નીકળતી તસવીર

જો કે કેટલાક સ્થાનિકોએ આ ઘટના પછી વૉટર સ્પલાય વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે.

  • Share this:
રોમ : ઇટલી (Italy)ના એક ગામના લોકોને તેમની આંખો પર તે સમયે વિશ્વાસ ના થયો જ્યારે તેમના પાણીના નળમાંથી રેડ વાઇન નીકળવા લાગી. (Lambrusco sparkling red wine). આ ચોંકવનારી ઘટનાથી ગામના લોકોની ખુશીનો પારના રહ્યો. આ ઘટના ચાર માર્ચે બની હતી જ્યારે ગામના લોકોના ઘરના નળમાંથી લાઇમ બ્રુસ્કો સ્પાર્કલિંગ રેડ વાઇન નીકળતી નજરે પડી. જો કે આવું પાસે જ ચાલી રહેલી વાઇન બનાવતા કારખાનાની ટેકનીકલ ખરાબીના કારણે થયું હતું. જો કે લોકો પોતાના ઘરની રેડ વાઇનનો નળ ચાલુ થતા કેટલાક તેને પીધો તો કેટલાક લોકોએ તેની ડબ્બા ભરી લીધા તેવી સ્થિતિ ઊભી થઇ હતી.

જો કે કેટલાક સ્થાનિકોએ આ ઘટના પછી વૉટર સ્પલાય સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે. જો કે કેટલાક સ્થાનિકો આ વાતથી ખુશ પણ હતા. અને મનમાં જ ઇચ્છતા હતા કે ભવિષ્યમાં પણ આવી ટેકનિકલ ખામીઓ થાય તો તેમને સારું પડે! મીડિયા રિપોર્ટ મુજબ અનેક સ્થાનિકોએ આ રેડવાઇનને બોટલમાં ભરી લીધી જેથી તે લંચ,ડિનર કે ફરી ક્યારેક પાર્ટીમાં તેનો ઉપયોગ કરી શકે.



જો કે ત્યાંના એક સ્થાનિકે મીડિયાને જણાવ્યું કે "મને ખબર નથી કે આ કોઇ પ્રકારનો પબ્લિસિટી સ્ટંટ છે કે શું. આ હાસ્યાસ્પદ હોવાની સાથે જ એક ગંભીર સમસ્યા છે, જેને લોકોએ સમજવી જોઇએ" તો અન્ય એક વ્યક્તિએ કહ્યું કે આશા રાખીએ છીએ કે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ થાય. તમને ભલે આ વાતે હસવું આવે પણ આ કોઇ નાની વાત નથી. આ ઘટના પછી વાઇનરેએ પોતાના ફેસબુક પેજથી લોકોની માફી માંગી હતી.
First published: March 7, 2020
વધુ વાંચો
अगली ख़बर