OMG! બે મરઘીને બસમાં લઇ જવું ભારે પડ્યું મુસાફરને, કંડક્ટરે કર્યું આવું કામ

OMG! બે મરઘીને બસમાં લઇ જવું ભારે પડ્યું મુસાફરને, કંડક્ટરે કર્યું આવું કામ
પ્રતિકાત્મક તસવીર

કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં કામ કરતા એક કંડક્ટરે જાણતા અજાણતા એવું કામ કર્યું કે જેનાથી દેશ વિદેશના સમાચારોમાં છવાઇ ગયો હતો.

  • Share this:
    કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં કામ કરતા એક કંડક્ટરે જાણતા અજાણતા એવું કામ કર્યું કે જેનાથી દેશ વિદેશના સમાચારોમાં છવાઇ ગયો હતો. કર્ણાટકની સરકારી બસમાં એક ખેડૂત પોતાની સાથે બે મરઘીને લઇને આવ્યો હતો. તો બસમાં ફરજ પરના કંડક્ટરે ખેડૂતની સાથે આ બંને મરઘીની ટિકિટ ફાડી હતી. અને ખેડૂતે આ બંને મરઘીની ટિકિટના પૈસા પણ ચૂકવવા પડ્યા હતા.

    વેબ સાઇટ પત્રિકામાં આવેલા એક આર્ટિકલ પ્રમાણે ખેડૂતે જણાવ્યું કે તે બજારમાંથી બે મરઘીને ખરીદીને પરત ઘરે જતો હતો. જોકે, બસ કંડક્ટરે મરઘીઓની પણ ટિકિટ કાપી હતી. પીડિત ખએડૂત પેડ્ડનહલ્લી નામના વિસ્તારમાં રહે છે. જેનું નામ શ્રીનિવાસ છે તે ગૌરીબિદાનુરના બજારમાંથી રૂ.300માં બે મરઘી ખરીદી હતી.



    ગૌરીબિદાનુરથી પોતાના ઘર સુધીનું બસનું ભાડું 24 રૂપિયા થયું હતું પરંતુ કંડક્ટરે તેની પાસેથી 48 રૂપિયા લીધા કારણ કે તેની સાથે બે મરઘીની અડધી ટીકી એટલે કે 12-12 રૂપિયા મળી 24 રૂપિયા બીજા થયા હતા.

    જોકે કંડક્ટરના આ કામથી ગુસ્સે ભરાયેલા શ્રીનિવાસે બોલવાનું શરૂ કરી દીધું હતું. વધારે મગજમારી કરવા છતાં પણ કંડક્ટરે તેને પૈસા પાછા ન આપ્યા. ઉલ્લેખનીય છે કે કર્ણાટક રોડવેઝના નિયમ પ્રમાણે કોઇપણ મુસાફર પોતાની સાથે કોઇપણ પ્રકારના નાના પ્રાણી કે પક્ષી સાથે યાત્રા કરી રહ્યા હોય તો એવાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમને નાની ટોપલીમાં રાખીને સાંકળથી બાંધી રાખવા.
    Published by:News18 Gujarati
    First published:July 03, 2018, 13:13 IST

    ટૉપ ન્યૂઝ