ખોટા રિપોર્ટમાં HIV પૉઝિટિવ બતાવી, આઘાતથી મહિલાનું મોત થયું

News18 Gujarati
Updated: August 27, 2019, 1:46 PM IST
ખોટા રિપોર્ટમાં HIV પૉઝિટિવ બતાવી, આઘાતથી મહિલાનું મોત થયું
પ્રતિકાત્મક તસવીર

મુખ્ય આરોગ્ય અધિકારી (શિમલા જિલ્લો) ડૉ. નીરજ મિત્તલના કહેવા પ્રમાણે આ મામલો તેમના ધ્યાને આવ્યો છે. આ મામલે ખાનગી હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી છે. સ્વાસ્થ્ય સેવાના ડિરેક્ટરને પણ માહિતી આપવામાં આવી છે.

  • Share this:
હિમાચલ પ્રદેશના શિમલામાં એક ખાનગી હોસ્પિટલે ખોટા રિપોર્ટમાં એક મહિલાને HIV પૉઝિટિવ બતાવી હતી. જેના કારણે મહિલાને આઘાત લાગ્યો હતો. આઘાત બાદ મહિલા કોમમાં ચાલી ગઈ હતી. જે બાદમાં તેણીનું મોત થયું હતું. મહિલાને હિમાચલની રાજધાની શિમલા ખાતે આવેલી ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC Shimla)માં દાખલ કરવામાં આવી હતી.

અમર ઉજાલાના રિપોર્ટ પ્રમાણે મહિલા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ હતી. અહીં તેનો HIVનો રિપોર્ટ પૉઝિટિવ બતાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આઈજીએમસીમાં તેણીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ મહિલાને જ્યારે પ્રથમ રિપોર્ટ અંગે માલુમ પડ્યું હતું ત્યારે તેણીને આઘાત લાગ્યો હતો અને તે કોમામાં ચાલી ગઈ હતી. જે બાદમાં તેણીનું મોત થયું હતું.

IGMCમાં ફરીથી ટેસ્ટ કરાયા

મહિલાને જ્યારે શિમલા ખાતે લાવવામાં આવી ત્યારે આઈજીએમસીમાં તેના અને તેના પતિના ફરીથી ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. અહીં બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. મહિલાના મોત પછી પરિવારના લોકોમાં ગુસ્સો છે. પરિવારની માંગણી છે કે ખાનગી હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મહિલાના ભાઈએ જણાવ્યું કે ખાનગી હોસ્પિટલના રિપોર્ટને પગલે તેની બહેનની તબિયત બગડી હતી.

આ છે આખો મામલો

રોહડ વિસ્તારની 22 વર્ષીય મહિલાને 21 ઓગસ્ટના રોજ ગર્ભાશયની કોઈ સમસ્યાની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાના રિપોર્ટ કરાવવામાં આવ્યા તો તેના રિપોર્ટ HIV પૉઝિટિવ આવ્યા હતા. બીજા દિવસે મહિલાને ઓપરેશન માટે બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. અહીં તેનું ઓપરેશન થયું હતું. અહીં મહિલાને પોતે એચઆઈવી પૉઝિટિવ હોવાની વાત માલુમ પડી હતી. મહિલાને ભાઈએ જણાવ્યું કે એ સાંજે જ તેની તબિયત વધારે બગડી હતી અને તેણી કોમામાં ચાલી ગઈ હતી.ડૉક્ટરો સાથેની વાતચીત દરમિયાન તેમણે મહિલાને બ્રેન ડેડ ગણાવી હતી અને આઈજીએમસી લઈ જવાનું કહ્યું હતું. અહીં પતિ અને પત્નીનો રિપોર્ટ સામાન્ય આવ્યો હતો. હવે મહિલાના પરિવારના લોકો આ મામલે સ્વાસ્થ્ય વિભાગમાં ફરિયાદ કરવાના છે. મુખ્ય આરોગ્ય અધિકારી (શિમલા જિલ્લો) ડૉ. નીરજ મિત્તલના કહેવા પ્રમાણે આ મામલો તેમના ધ્યાને આવ્યો છે. આ મામલે ખાનગી હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી છે. સ્વાસ્થ્ય સેવાના ડિરેક્ટરને પણ માહિતી આપવામાં આવી છે.
First published: August 27, 2019
વધુ વાંચો
अगली ख़बर