પત્નીને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં રોકવા માટે આંગળીઓ કાપવાના આરોપમાં એક રુઢિચુસ્ત અને ઇર્ષાળુ પતિ જેલમાં છે. હકીકતમાં રફીકુલ ઇસ્લામ (30) પત્નીએ મંજૂરી વગર ગ્રેજ્યુએશન માટે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેણે તેનો ગુના કબૂલ કર્યો છે. માનવ અધિકાર સંગઠનોએ રફીકુલને આજીવન કેદની સજા આપવાની માંગ કરી છે.
બાંગ્લાદેશના ઢાકાની હવા અખ્તર (21) એ કહ્યું, "મારા પતિએ કહ્યું કે તે મને સરપ્રાઇઝ આપવા જઇ રહ્યા છે. ત્યારબાદ તેણે મારી આંખો પર એક પટ્ટી બાંધી અને તેના માટે તેને મારો હાથ પકડી પાંચ આંગળીઓ કાપી નાખી.
ડસ્ટબિનમાં ફેંકી દીધી આંગળીઓ
અખ્તરે કહ્યું કે તેના પતિના સાથીએ કાપેલી આંગળીઓ કચરામાં ફેકી લીધી કારણકે તે કોઈ ડોક્ટર તેમને જોડી શકે નહીં. રફીકુલ સાઉદી અરેબિયામાં કામ કરે છે. તેને હવા અખ્તરે ધમકી આપી હતી કે જો તુ અભ્યાસ ચાલુ રાખીશ તો જીવન સમાપ્ત થઇ જશે. આમ છતાં પણ હવા અખ્તરે તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો. ત્યારબાદ તે બાંગ્લાદેશ આવ્યો અને તેણે કહ્યું કે તે અખ્તર સાથે વાત કરવા માંગે છે. ત્યાર બાદ તેને આ વારાદતને અંજામ આપ્યો.
ડાબા હાથથી લખવાનું શીખી રહી છે અખ્તર
અખ્તરે કહ્યું કે તે તેના ડાબા હાથથી લખવાનું શીખે છે. તેણીએ તેનો અભ્યાસ ચાલુ રાખવા માંગે છે. સારવાર પછી તે તેના માતાપિતાના ઘરે આવી ગઇ છે. બાંગ્લાદેશમાં અનેક મુસ્લિમ મહિલાઓ પર અભ્યાસને લઇને હુમલાઓ થઇ રહ્યા છે.
આઠમું પાસ રફીકુલે ઈર્ષામાં કર્યુ આવું કામ
બાંગ્લાદેશી પોલીસના વડા મોહમ્મદ સલાહુદ્દીને કહ્યું હતું કે રફીકુલની ઢાકામાં ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં, તેણે તેનો ગુનો કબૂલ કર્યો છે. તેના પર આંગળીઓને કાપવાના મામલામાં કેસ ચલાવશે. સાલાહુદ્દીને કહ્યું કે તે ગુસ્સે થયો હતો. જ્યારે તે પોતે જ આઠમું પાસ છે, જ્યારે હવા અખ્તર ગ્રેજ્યુએશન કરી રહી છે. તેથી જ તેણે ઈર્ષામાં આવું પગલું ભર્યુ.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર