Home /News /eye-catcher /આ છે ભારતના ટૉપ 5 અમીર ભિખારી, જેમની પાસે છે ફ્લેટ સહિત કરોડો રૂપિયાની સંપત્તિ!

આ છે ભારતના ટૉપ 5 અમીર ભિખારી, જેમની પાસે છે ફ્લેટ સહિત કરોડો રૂપિયાની સંપત્તિ!

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

India Richest Beggars: મુંબઈના પરેલ વિસ્તારમાં ભીખ માંગનાર ભરત જૈન પાસે બે ફ્લેટ છે, જેની કિંમત 1.40 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

નવી દિલ્હી: દુનિયાનો દરેક વ્યક્તિ પોતાના પરિવાર (Family) અને પોતાનું ગુજરાન કરવા માટે નોકરી (Job) કે પછી કોઈ કામ કરે છે. માણસ કેટલી કમાણી કરી છે તે વાત તેની લાઇફસ્ટાઇલ (Lifestyle) પરથી જાણી શકાય છે. પરંતુ એક વર્ગ એવો છે જેની આવક (income) વિશે તમે ભાગ્યે જ અંદાજ લગાવી શકો. ભિખારી વર્ગ તેમાં શામેલ છે. પરંતુ અમુક એવા પણ ભિખારી છે જેમની આવક સાંભળીને તમને આશ્ચર્ય થશે. શક્ય છે કે તેની આવક તમારી આવકથી અનેકગણી વધારે પણ હોય. તો આજે અમે તમને ભારતના આવા જ પાંચ અમીર ભિખારી વિશે જણાવી રહ્યા છીએ. જેમની પાસે રહેવા માટે સારું ઘર તો છે જ, સાથે સાથે સારી બેન્ક બેલેન્સ પણ છે. આ તમામ વસ્તુ હોવા છતાં તેઓ રોડ પર ભીખ માંગે છે.

પત્રિકામાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ પ્રમાણે સૌથી પાંચ સમૃદ્ધ ભિખારીઓમાં પ્રથમ નામ મુંબઈના પરેલ ક્ષેત્રમાં ભીખ માંગનાર ભરત જૈનનું આવે છે. ભરત પાસે મુંબઈમાં બે ફ્લેટ છે, જેની કુલ અંદાજિત કિંમત 140 લાખ રૂપિયા છે. મતલબ કે ભિખારી પાસે 1.40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટ્સ પ્રમાણે ભરત જૈન દર મહિને ભીખ માંગીને 75,000 રૂપિયાની કમાણી કરે છે.

આ પણ વાંચો: પતિના હુમલા બાદ અફસાના રોડ પર લોહીથી લથપથ હાલતમાં પડી રહી, લોકો વીડિયો ઉતારતા રહ્યાં

બીજા નંબર પર કોલકાત્તાની લક્ષ્મી આવે છે. લક્ષ્મી જ્યારે 16 વર્ષની હતી ત્યારથી જ તેણીએ ભીખ માંગવાની શરૂઆત કરી હતી. 1964થી અત્યારસુધી ભીખ માંગીને તેણીએ લાખો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે. આજના સમયમાં લક્ષ્મી દરરોજ ભીખ માંગીને એક હજાર રૂપિયાની કમાણી કરે છે.

આ પણ વાંચો: અમદાવાદની યુવતીનો હસતા મોઢે આપઘાત! માતાપિતા સાથે અંતિમ વાતચીતનો ધ્રુજાવી દેતો ઓડિયો આવ્યો સામે

અમીર ભિખારીઓની યાદીમાં ત્રીજા નંબર પર મુંબઈમાં રહેતી ગીતા આવે છે. રિપોર્ટ પ્રમાણે ગીતા મુંબઈના ચર્ની રોડ પાસે ભીખ માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભીખ માંગીને એકઠા કરેલા પૈસાથી તેણીએ એક ફ્લેટ ખરીદ્યો છે. દરરોજ ભીખ માંગીને તેણી 1,500 રૂપિયાની આસપાસ કમાણી કરે છે. આ રીતે તેની મહિનાની આવક 45,000 રૂપિયા છે.

આ પણ વાંચો: અજીબ ચોરી: ચોરોએ 90 લાખમાં મકાન ખરીદ્યું, ટનલ બનાવી બાજુના મકાનમાંથી 400 કિલો ચાંદી ચોરી લીધી!

ચોથા નંબર પર ચંદ્ર આઝાદનું નામ આવે છે. 2019માં રેલવે દુર્ઘટનામાં ચંદ્ર આઝાદનું નિધન થઈ ગયું હતું. જે બાદમાં પોલીસને તેની સંપત્તિ વિશે માલુમ પડ્યું હતું. તેના બેંક ખાતામાં 8.50 લાખ રૂપિયા અને સાથે જ તેની પાસેથી 1.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.આ પણ વાંચો: 1 March, 2021થી થશે આ મોટા બદલાવ: આ બેંકના ATMમાંથી નહીં નીકળે 2,000ની નોટ

બિહારની રાજધાની પટનાના પ્લેટફોર્મ પર ભીખ માંગનાર પપ્પૂ અમીર ભિખારીઓની યાદીમાં પાંચમાં ક્રમે છે. એક દુર્ઘટનામાં પપ્પૂએ પોતાનો પગ ગુમાવી દીધો હતો. જે બાદમાં તેણે રેલવે સ્ટેશન પર ભીખ માંગવાની શરૂઆત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણ પપ્પૂ પાસે આશરે 1.25 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
First published:

Tags: Beggar, Patna, Property, Rich, પોલીસ, મુંબઇ