આ પથ્થરની કિંમત છે 1 અબજ 32 કરોડ રૂપિયા, નાનો ટુકડો પણ બદલી દેશે કિસ્મત

આ પથ્થરને ‘મૂન ગોલ્ડ’ કેમ કહેવામાં આવે છે? કેમ તેની કિંમત અબજો રૂપિયા છે?

આ પથ્થરને ‘મૂન ગોલ્ડ’ કેમ કહેવામાં આવે છે? કેમ તેની કિંમત અબજો રૂપિયા છે?

 • Share this:
  નવી દિલ્હી. તમે સોના-હીરા (Gold-Diamond) માટે લોકોને કરોડો રૂપિયા સુધી ખર્ચ કરતા જોયા હશે. પરંતુ આજે અમે જે પથ્થરો વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ તે હીરા અને સોનાથી પણ વધુ કિંમતી છે. શું છે આ પથ્થર અને તેમાં એવી શું ખાસિયત છે કે જેના કારણે તેની આટલી બધી કિંમત છે? મૂળે આ પથ્થર છે મૂન ગોલ્ડ. જી હા, મૂન ગોલ્ડ (Moon Gold) એટલે ચંદ્ર (Moon)ની સપાટી પરથી લાવવામાં આવેલો પથ્થર. તેમાં સોનાના કણ ઉપરાંત અનેક બહુમૂલ્ય ધાતુ હોય છે, જેના કારણે તેની કિંમત ખૂબ જ વધારે છે.

  14 ડિસેમ્બર 1972ના રોજ નાસા (NASA)ના એસ્ટ્રોનોટ યૂજીને કેર્નન (Eugene Cernan)એ સૌથી પહેલા અપોલો 17 લૂનર મોડ્યૂલ (Apollo 17 Lunar Module)થી પગ બહાર મૂકીને ચંદ્રની સપાટી પરથી એક પથ્થર ઉઠાવ્યો હતો. ત્યારબાદથી અત્યાર સુધી આવા કેટલાક પથ્થર પૃથ્વી પર લાવવામાં આવી ચૂક્યા છે. આ પથ્થરોમાં સોના અને પ્લેટિનમનો અંબાર છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ કારણે આ પથ્થરોની કિંમત પણ ઘણી વધારે છે.

  આ પણ વાંચો, OMG: રસ્તા કિનારે જોવા મળી અજબ પ્રકારની આકૃતિ! કોઈએ કહ્યું એલિયન, કોઈએ ભૂત

  આ પથ્થર છે મૂલ્યવાન

  હજુ સુધી સ્પેસના એક્સપર્ટ્સે એ વાતની પુષ્ટિ નથી કરી કે તેમાં સોનું અને પ્લેટિનમ ઉપરાંત બીજી કઈ કઈ ધાતુ છે. પરંતુ એ વાતના પુરાવા મળ્યા છે કે તેમાં નોન-રેડિયોએક્ટિવ હીલિયમ 3 ઉપલબ્ધ હોઈ શકે છે, જેનાથી ન્યૂક્લિયર રિએક્ટર્સને મદદ મળશે.

  અમેરિકા અને ચીન વચ્ચે થઈ શકે છે મુકાબલો

  આ પથ્થરોની માઇનિંગ માટે હવે અમેરિકા અને ચીનની વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. બંને દેશ વધુમાં વધુ મૂન ગોલ્ડ પૃથ્વી પર લાવવાના પ્રયાસમાં લાગ્યા છે. સાથોસાથ તેમનો પ્રયાસ છે કે ચંદ્ર પર એક રોકેટ ફ્યૂઅલ પંપ બનાવવામાં આવે જેથી જો કોઈ રોકેટ મંગળ કે બીજા મિશનમાં જાય તો ચંદ્રથી તેમાં ઈંધણ રિફિલ કરાવી શકાય.

  આ પણ વાંચો, ખજાનો શોધવા ચાલી રહ્યું હતું ખોદકામ, ખાડામાંથી અચાનક 500 લાશો મળતાં મચી સનસની  પાણીની પણ છે તલાશ

  ઈંધણ ઉપરાંત ચંદ્ર ઉપર કરવામાં આવી રહેલી શોધોમાં સૌથી અગત્યની પાણી. તેની સપાટી પર પાણીની શોધ અનેક વર્ષોથી ચાલી રહી છે. નાસાનું કહેવું છે કે ચંદ્ર પર લગભગ 600 મિલિયનથી લઈને 1 બિલિયન મેટ્રિક ટન સુધીનો બરફ છે. જો સપાટી પર પાણી મળી ગયું તો પૃથ્વીની જેમ ચંદ્ર પર લોકોના વસવાટનો કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: