Home /News /eye-catcher /

બર્મુડા ટ્રાયંગલનું રહસ્ય હજી સુધી નથી થયું હલ! એલિયન્સનું છે અહીંથી સીધું કનેક્શન?

બર્મુડા ટ્રાયંગલનું રહસ્ય હજી સુધી નથી થયું હલ! એલિયન્સનું છે અહીંથી સીધું કનેક્શન?

બર્મુડા ટ્રાયંગલ (Bermuda Triangle) (તસવીર - Pinterest)

bermuda triangle mystery- તમે કોઈક તબક્કે બર્મુડા ટ્રાયંગલનું નામ તો સાંભળ્યું જ હશે. તમે આ નામ સાંભળીને ડર્યા પણ હશો પરંતુ શું તમે બર્મુડા ટ્રાયંગલના રહસ્ય વિશેનું સત્ય જાણો છો? ના. તો જાણો કેમ આ વિસ્તાર દુનિયાના સૌથી રહસ્યમય સ્થળોમાંનું એક છે

વધુ જુઓ ...
  દુનિયામાં એવી ઘણી વિચિત્ર જગ્યાઓ છે જેની લોકોને ઓછી જાણકારી હોય છે. કેટલીક વાર આ સ્થળો એટલા રહસ્યમય અને વિચિત્ર બની જાય છે કે તેના વિશેની અફવાઓ વાસ્તવિકતા કરતાં કંઈક જુદી જ હોય છે. તેમ છતાં આ સ્થળો સાથે સંકળાયેલા વાસ્તવિક રહસ્યો વિશે કોઈ કહી શકતું નથી. આવું જ એક સ્થળ છે બર્મુડા ટ્રાયંગલ (Bermuda Triangle). તમે આ જગ્યા ફિલ્મોમાં, અથવા ઇન્ટરનેટ પર જોઈ હશે, અને તેના વિશે ઘણું સાંભળ્યું હશે. ઘણા સમયથી લોકો આ સ્થળ વિશે જુદી જુદી રીતે વાત કરતા આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા કોઈ જાણતું નથી. ચાલો આજે અમે તમને બર્મુડા ટ્રાયંગલ (Bermuda Triangle Mystery)વિશે વધુ માહિતી આપીએ.

  1964ની આસપાસ બર્મુડા ટ્રાયંગલ વિશે વધુ વાતો શરૂ થઈ હતી. અમેરિકન લેખક વિન્સેન્ટ ગેડિસે આર્ગોસી મેગેઝિનમાં આ ટ્રાયંગલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ શબ્દનો ઉપયોગ એટલાન્ટિક મહાસાગર (Atlantic Ocean)માં ટ્રાયંગલ નુમા વિસ્તાર વિષે કહ્યુ. જે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફ્લોરિડાની (Florida) ખૂબ નજીક હતો. બર્મુડા ટ્રાયંગલની કોઈ સીમા નથી, ફક્ત નિષ્ણાતોએ એક અદૃશ્ય ટ્રાયંગલ મારફતે તેના વિશે અહેવાલ આપ્યો છે. તેને શેતાનના ત્રિકોણ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1945માં અમેરિકન નૌકાદળના 5 વિમાનો આ ટ્રાયંગલમાં પ્રવેશ્યા હતા, ત્યાર પછી 14 સૈનિકોને મળી આવ્યા નથી. 1980 સુધીમાં આ વિસ્તારમાંથી લગભગ 25 નાના-મોટા વિમાનો અને જળજહાજો અચાનક ગાયબ થઈ ગયા હતા, જેના વિશે કોઈને કોઈ માહિતી નથી.

  આ પણ વાંચો - આ મોડલનો બોયફ્રેન્ડ બનવા માટે અનેક શરતોનુ કરવું પડશે પાલન, રોમાન્સ કરવા માટે પણ નિયમો

  વૈજ્ઞાનિકોના મતે શું છે બર્મુડા ટ્રાયંગલની હકીકત

  શરૂઆતમાં લોકોએ કહ્યું હતું કે, ભૂત આ વિસ્તારમાં રહે છે અથવા આ વિસ્તારનો સીધો સંબંધ એલિયન્સ(Aliens) સાથે છે. આ કારણે જહાજો અદૃશ્ય થઈ જાય છે. લોકોએ એમ પણ કહેવાનું શરૂ કર્યું કે યુએફઓ (UFOs) આ વિસ્તાર પર ફરતો રહે છે. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે બર્મુડા ટ્રાયંગલનું ગુરુત્વાકર્ષણ બળ ઘણુ વઘારે છે તેથી બધી વસ્તુઓ પાણીની નીચે ખેંચાઈ જાય છે. જોકે આજે ઘણા જહાજો બર્મુડા ટ્રાયંગલમાંથી પસાર થાય છે, પરંતુ હવે એક પણ જહાજ અદૃશ્ય થતું નથી.

  આ પણ વાંચો - મરણપથારીએ પડેલી ગર્લફ્રેન્ડ સાથે બોયફ્રેન્ડે કર્યા લગ્ન, પત્નીના રૂપમાં આપવા માંગતો હતો અંતિમ વિદાય!

  વૈજ્ઞાનિકોનો દાવો છે કે, જૂના સમયમાં આ વિસ્તારની બર્મુડા ટ્રાયંગલ અફવાને કારણે આ સ્થળને રહસ્યમય માનવામાં આવતું હતું, પરંતુ એવું નથી. સામાન્ય અકસ્માતોની જેમ અગાઉ પણ અકસ્માતો થયા હતા અને જ્યારે વિમાન ક્રેશ થાય છે અને જહાજ ડૂબી જાય છે, ત્યારે વધુને વધુ કાટમાળ પાણી નીચે જાય છે, જે શોધવો અત્યંત મુશ્કેલ છે. ધ કન્વર્ઝન વેબસાઈટના જણાવ્યા અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં જમીન પર વિમાન અકસ્માતોની સંખ્યા બર્મુડા ટ્રાયંગલની તુલનામાં ઘણી વધારે છે, પરંતુ તેને રહસ્ય તરીકે જોવામાં આવે છે, તેથી તે વધુ શંકાસ્પદ છે. વૈજ્ઞાનિકો તાર્કિક હોવા છતાં, બર્મુડા ટ્રાયંગલને લઈ હજી સુધી કોઈ યાગ્ય જવાબ નથી મળ્યો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Ajab Gajab, Aliens, Bermuda triangle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन