નવી દિલ્હી. હવા અને જમીન પર ચાલનારી એરકાર (AirCar)એ સ્લોવાકિયા (Slovakia)ના બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નાઇટ્રા (Nitra) અને બ્રાતિસ્લાવા (Bratislava)ની વચ્ચે 35 મિનિટની સફળ પરીક્ષણ ઉડાન (Successful Test Flight) ભરી. આ એરકાર બનાવનારી કંપની ક્લેન વિઝન (Klein Vision)એ જણાવ્યું કે લેન્ડ થયા બાદ માત્ર એક બટન દબાવા બાદ 3 મિનિટની અંદર આ એરક્રાફ્ટ સ્પોર્સ્a કારમાં ફેરવાઈ ગઈ. પરીક્ષણ દરમિયાન એરકારને તેના ઇન્વેન્ટર પ્રોફેસર સ્ટીફન ક્લેને (Stefan Klein) ઉડાવ્યું. કંપની મુજબ, આ કારે બંને એરપોર્ટની વચ્ચેના અંતરને અડધાથી ઓછા સમયમાં પસાર કરી દીધું.
ક્લેન વિઝનના સંસ્થાપક તથા સીઇઓ સ્ટીફન ક્લેને એરપોર્ટ પર લેન્ડિંગ બાદ તેને સામાન્ય કારની જેમ દોડાવી. ક્લેન વિઝનની આ હાઇબ્રિડ કાર-એરક્રાફ્ટ, એરકાર, બીએમડબલ્યૂ, એન્જિનથી સજ્જ છે અને નિયમિત પેટ્રોલ-પંપ એન્જિન પર ચાલે છે. આ કારને એરક્રાફ્ટ બનવામાં 2 મિનિટ અન ત્યારબાદ ઉડાન ભરવામાં 15 સેકન્ડ લાગે છે. પેટ્રોલ એન્જિનથી ચાલનારી એરકાર 190 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. કંપની મુજબ, આ હાઇબ્રિડ ફ્લાઇંગ કાર ફિક્સ્ડ-પ્રોપેલર સિસ્ટમની સાથે 8200 ફુટ ઊંચાઈ પર 1000 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
140 ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન હવામાં પસાર કરી ચૂકી છે 40 કલાક
ક્લેનનું આગામી લક્ષ્ય સિંગલ ફ્યૂઅલ ટેન્ક ટોપ-અપ પર તેની સ્પીડને 300 કિ.મી. પ્રતિ કલાક અને એક વારમાં ટેન્ક ફુલ થયા બાદ 1000 કિ.મી.ની હવાઇ સફર કાપવાનો છે. આ કાર અત્યાર સુધી 140થી વધુ ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન કુલ 40 કલાક હવામાં પસાર કરી ચૂકી છે. હવે આ કાર 45 ડિગ્રીના તીવ્ર વળાંકમાં પણ સક્ષમ થઈ ગઈ છે. નોંધનીય છે કે બંને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વચ્ચે ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન કારે 170 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ પકડી હતી. કંપનીનું કહેવું છે કે આ કારે સાયન્સ ફિક્શનને હકીકતમાં બદલી દીધું છે. આ કોન્સેપ્ટ કારના ભવિષ્યનું જીવંત ઉદાહરણ છે.
સ્ટીફન ક્લેને જણાવ્યું કે, આ ઉડાનની સાથે જમીન અને હવામાં ઉડનારા વાહનોનો નવો સમય શરૂ થઈ ગયો છે. તેણે ટ્રાન્સપોર્ટેશનની નવી કેટેગરીને ખોલી દીધી છે. તેમણે પરીક્ષણ ઉડાનના અનુભવને સામાન્ય સુખદ ગણાવ્યો. સાથોસાથ કહ્યું કે તેમાં 200 કિલોગ્રામની સંયુક્ત વજન મર્યાદાની સાથે બે લોકો સવાર થઈ શકે છે. તેમણે જણાવ્યું કે એરકાર પ્રોટોટાઇપ-2માં 300hpનું એન્જિન છે. તેને એમ-1 રોડ પરમિટની સાથે ઇએએસઇ-સીએસ-23 એરક્રાફ્ટ સર્ટિફિકેટ મળેલું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર