Home /News /eye-catcher /VIDEO: કિંગ કોબ્રાને બાળકની જેમ નવડાવી રહ્યો છે માણસ, લોકોએ કહ્યું 'તે સાપ છે, તમારો પુત્ર નથી'
VIDEO: કિંગ કોબ્રાને બાળકની જેમ નવડાવી રહ્યો છે માણસ, લોકોએ કહ્યું 'તે સાપ છે, તમારો પુત્ર નથી'
કોબ્રાને નવડાવી રહ્યો છે માણસ
Cobra Video: સોશિયલ મીડિયા પર એક અજીબોગરીબ અને આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ કોબ્રાને ઠંડા પાણીથી સ્નાન કરાવતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને તમે પણ ડરી જશો...
Trending Viral Video: જો દુનિયાના સૌથી ખતરનાક જીવોની યાદી તૈયાર કરવામાં આવે તો કિંગ કોબ્રા કદાચ ટોપ પર હશે. કિંગ કોબ્રાનું ઝેર હાથી જેવા વિશાળ પ્રાણીને પણ મિનિટોમાં મોતને ઘાટ ઉતારી શકે છે. સાપની આ ખતરનાક પ્રજાતિને જોઈને માત્ર પ્રાણીઓ જ નહીં, માણસો પણ ડરથી પોતાનો રસ્તો બદલી નાખે છે. સાપ જેવા ખતરનાક જીવોને જોઈને ભલભલા લોકોની હાલત કફોડી થઈ જાય છે. સાપ કે સાપની આ પ્રજાતિઓને પ્રેમ કરતા કે ગમાડતા બહુ ઓછા લોકો હશે.
દુનિયામાં અનોખા લોકોની કમી નથી, તેથી કેટલાક લોકો એવા પણ જોવા મળે છે જેઓ સાપ જેવા ઝેરી જીવોને પાળતા હોય છે. હાલમાં જ આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક માણસ ઝેરીલા સાપને પાણીથી સ્નાન કરાવતો જોવા મળી રહ્યો છે, જાણે કે તે તેનું પાલતુ હોય...
ઈન્ટરનેટ પર અવારનવાર આવા વીડિયો જોવા મળે છે, જેમાં જોઈને મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે સ્નેહ ઉત્પન્ન થાય છે. આ સિવાય કેટલાક લોકો એવા પણ છે જે ખતરનાક જીવોને પાલતુ બનાવવાની કોશિશ કરતા જોવા મળે છે. હાલમાં જ એક એવો વીડિયો સામે આવી રહ્યો છે, જેને જોઈને તમારે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. વાયરલ થઈ રહેલા આ વિચિત્ર અને આશ્ચર્યજનક વીડિયોમાં એક વ્યક્તિ ખતરનાક કોબ્રાને પાણીથી સ્નાન કરાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોશો કે, કેવી રીતે આ વ્યક્તિ એક ડોલ પાણી લે છે અને પછી કોબ્રાના મોં પર મગ વડે પાણી રેડવાનું શરૂ કરે છે. તે આવું એક કે બે વાર નહીં પણ ઘણી વખત કરે છે. આ સાથે જ, તેના આખા શરીરને પણ ઘસીને સાફ કરે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 'sakhtlogg' નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને દરેકનો પરસેવો છૂટી ગયો છે. વીડિયોમાં વ્યક્તિના ચહેરા પર ડરનો કોઈ ભાવ દેખાતો નથી. તે કોબ્રાને એવું નવડાવી રહ્યો છે કે, જાણે તે તેનું પાલતુ હોય. આ વીડિયોને હવે 46 હજાર વ્યૂઝ મળ્યા છે, જ્યારે 1 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, 'તમારે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ.' વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ કહ્યું કે, 'એ સાપ છે, તમારો પુત્ર નથી.'
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર