લોકોના ગંદા બાથરૂમ સાફ કરી મિલિયોનર બની નોકરાણી, 3 દિવસની કમાણી જાણી ચોંકી જશો

ફાઈલ તસવીર

Ajab-Gajab news: કેટિયાએ (Ketia) જ્યારે લોકો સાથે સફાઈના ધંધાની (cleaning business) ચર્ચા કરી અને તેની આવક (earning from cleaning business) કહી ત્યારે બધાનું મોઢું ખુલ્લું રહી ગયુ.

  • Share this:
    OMG: અમેરિકા (America)ના અલબામા (Albama)માં રહેતી કેટિયા (Ketia)આજકાલ ચર્ચામાં છે. કેટિયાએ તેના કામ અને આવકની ચર્ચા લોકો સાથે કરી હતી. લોકોના ગંદા બાથરૂમ સાફ કરીને કેટિયા લાખોપતિ (Millionaire Cleaner) બની ગઈ હોવાની લોકોને ખબર પડી ત્યારે બધા ચોંકી ગયા હતા.

    આપણામાંના મોટાભાગના લોકો નોકરાણીઓને ગરીબ અને લાચાર માને છે. લોકોને એવું લાગે છે કે, જેઓ ભણેલા-ગણેલા નથી તેઓ મજબૂરીમાં અન્ય લોકોના ઘરમાં કામ કરે છે. તેઓ બીજાના ઘરોને સાફ કરીને, બાથરૂમ અને ગંદા વાસણો ઘોઈને પોતાનુ ગુજરાન ચલાવે છે.

    જો તમે આવું વિચારો છો, તો તમે કદાચ અમેરિકાની કેટિયાની વાર્તા જાણ્યા પછી તમારી ગેરસમજમાંથી દૂર કરશો. કેટિયાએ જ્યારે લોકો સાથે સફાઈના ધંધાની ચર્ચા કરી અને તેની આવક કહી ત્યારે બધાનું મોઢું ખુલ્લું રહી ગયુ.

    કેટિયાએ તેની આવકનો ખુલાસો ઓનલાઇન લોકો સાથે કર્યો હતો. તેણે કહ્યું હતું કે, લોકો તેની મજાક ઉડાવે છે. તે અન્ય લોકોના ઘરોના બાથરૂમ અને શૌચાલય સાફ કરે છે. જ્યારે લોકોને આ વિશે ખબર પડે છે, ત્યારે તેઓ કેટિયાની અવગણના કરે છે અને તેને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે.

    પરંતુ કેટિયાને આ બધાની પરવા નથી. તેણે ખુલાસો કર્યો કે, તેને પોતાની નોકરી ખૂબ ગમે છે. તેને સફાઈ કરવાનું ગમતું હતું. તેથી તેણે સફાઈને પોતાનો વ્યવસાય બનાવ્યો. કેતિયાનો દાવો છે કે, માત્ર ત્રણ દિવસમાં તે આ કામ દ્વારા 720 યુરો એટલે કે લગભગ 80,000 રૂપિયા કમાય છે.

    આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

    મિલિયોનર નોકરાણીએ બધાનું ધ્યાન ખેંચ્યું
    કેટિયાએ સફાઈનો ધંધો શરૂ કર્યો. જેમાં તેણે ટેક્સ તો ચૂકવવો પડે છે પરંતુ તેની આવક વધારે છે. વિદેશમાં નોકરાણીઓને કંપની દ્વારા લેવામાં આવે છે. જેનાથી સલામતીનો વિશ્વાસ રહે છે. પરંતુ કેટિયાએ કહ્યુ કે ,જ્યારે બીજી કંપની દ્વારા હાયર કરવામાં આવે છે, ત્યારે દલાલ ઘણા પૈસા ખાય છે. તેથી તેણે પોતાનો સફાઈનો ધંધો શરૂ કરવા વિચાર્યું. હવે કેતિયા માત્ર ત્રણ દિવસમાં એંસી હજાર સુધીની કમાણી કરે છે.

    આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

    કેતિયાએ પોતાનું ટીકટોક એકાઉન્ટ
    કેટિયાએ પોતાનું ટીકટોક એકાઉન્ટ પણ બનાવ્યુ છે. તેના પર તેઓ બાથરૂમ અને શૌચાલય સાફ કરતી જોવા મળે છે. કેટિયાએ કહ્યું કે, તે મોટાભાગનું કામ પોશ વિસ્તારોમાં કરે છે. ત્યાં આવક ઘણી વધારે થાય છે. કેટિયાનો વીડિયો જોયા બાદ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

    ઘણા લોકોએ કહ્યુ હતુ કે, તેઓ હવે તેમની ખાનગી નોકરી છોડવાની અને પોતાનો સફાઈનો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. જોત જોતામાં કેટિયા વાયરલ થઈ ગઈ છે.
    Published by:ankit patel
    First published: