કિશોરીએ ઘોડા પર સવાર થઇને પરીક્ષા આપવા જવાનું આપ્યું 'ખાસ' કારણ!

News18 Gujarati
Updated: April 10, 2019, 9:18 AM IST
કિશોરીએ ઘોડા પર સવાર થઇને પરીક્ષા આપવા જવાનું આપ્યું 'ખાસ' કારણ!
ક્રિષ્ના

બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ આ છોકરીની ઘોડેસવારી અંગે ટ્વિટને કરીને લખ્યું છે કે, 'ખૂબ સરસ! આ ક્લિપ વાયરલ થવી જોઈએ. આ પણ અતુલ્ય ભારત છે.'

  • Share this:
થ્રીસૂર : કેરળની એક કિશોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. કિશોરી ઘોડા પર સવાર થઈને પોતાની સ્કૂલની પરીક્ષા આપવા માટે પહોંચી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા ક્રિષ્ના નામની કિશોરીએ ઘોડા પર સવાર થઈને પરીક્ષા આપવા જવા અંગેનું 'ખાસ' કારણ જણાવ્યું છે.

"હું દરરોજ ઘોડા પર નથી જતી. અમુક ખાસ દિવસ હોય અથવા મને કંટાળો આવતો હોય અથવા પરીક્ષાના દિવસો હોય ત્યારે હું ઘોડેસવારી કરીનું સ્કૂલે જાવ છું. જો તમે મને પૂછશો કે એ દિવસે શું ખાસ હતું તો હું કહીશ કે એ દિવસે મારી પરીક્ષાનો છેલ્લો દિવસ હતો," કેરળના થ્રીસૂર જિલ્લા ખાતે રહેતી ક્રિષ્નાએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા આ વાત કહી હતી.

ક્રિષ્ના કહે છે કે, તેણી જ્યારે સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારથી ઘોડેસવારી શીખી રહી હતી. હવે તેણીએ ઘોડેસવારીમાં મહારથ મેળવી લીધી છે. હવે તે અમુક દિવસોએ ઘોડેસવારી કરીને સ્કૂલે પહોંચે છે.

"મારા એક મિત્રએ મને કહ્યું હતું કે ઘોડેસવારી કરવી એ છોકરીઓનું કામ નથી. તેણે મને કહ્યુ હતુ કે ફક્ત જાંસીની રાણી માટે ઘોડેસવારીનું કામ સરળ હતું. ત્યારથી મને લાગ્યું હતું કે કોઈ સામાન્ય છોકરી શા માટે ઘોડેસવારી ન કરી શકે." ક્રિષ્નાને ઘોડેસવારી માટે તેના પિતાએ પ્રેરણા આપી હતી. આ માટે તેમણે ક્રિષ્નાને એક સફેદ રંગનો ઘોડો આપ્યો હતો જેની ઊંચાઈ પ્રમાણમાં ઓછી હતી. બાદમાં ક્રિષ્નાએ ઘોડેસવારી શીખવાનું શરૂ કર્યું હતું.

આનંદ મહિન્દ્રાએ કર્યું હતું ટ્વિટ

નોંધનીય છે કે બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ આ છોકરીની ઘોડેસવારી અંગે ટ્વિટને કરીને લખ્યું છે કે, 'ખૂબ સરસ! આ ક્લિપ વાયરલ થવી જોઈએ. આ પણ અતુલ્ય ભારત છે.' તેમણે લખ્યું, "શું ત્રિસ્સૂરમાં આ છોકરીને કોઈ ઓળખે છે? મને મારા સ્ક્રિન સેવર પર આ છોકરી અને ધોડાની તસવીર જોઈએ છે. આ મારી હીરો છે. તેના સ્કૂલે જવાના દ્રશ્યએ મને ભવિષ્ય માટે આશાવાદી બનાવી દીધો છે."
First published: April 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading