માનવતા મરી પરવારી! ગભર્વતી હાથણીને ખવડાવી દીધું ફટાકડા ભરેલું અનાનાસ, અને પછી...

News18 Gujarati
Updated: June 3, 2020, 10:42 AM IST
માનવતા મરી પરવારી! ગભર્વતી હાથણીને ખવડાવી દીધું ફટાકડા ભરેલું અનાનાસ, અને પછી...
(સાભારઃ મોહન કૃષ્ણનના ફેસબુક પેજથી)

અનાનાસ ખાતા જ હાથણીના મોઢામાં વિસ્ફોટ થયો, 3 દિવસ પાણીમાં ઊભી રહી કરતી રહી મોતનો ઈંતઝાર

  • Share this:
મલપ્પુરમઃ ઉત્તર કેરળ (North Kerala)ના મલ્લપુરમ જિલ્લામાંથી માનવતાને શરમમાં મૂકે એવી ખૂબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં કેટલાક લોકોએ મળીને એક ગર્ભવતી હાથણી (Pregnant Elephant)ને વિસ્ફોટક ભરેલું અનાનાસ (Pineapple) ખવડાવી દીધું, જેના કારણે તેની સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ કે તે મરવા માટે નદીમાં જઈને ઊભી રહી ગઈ. આ મામલો ગત ગુરુવારનો છે. જેમાં ગંભીર રીતે ઘાયલ હાથણીનું ગત શનિવારે મોત થઈ ગયું. જાનવર ખૂબ જલ્દી મનુષ્ય પર ભરોસો કરી લે છે, પરંતુ એવામાં મનુષ્ય તેમની સાથે શું કરે છે. આ ઘટનાએ જાનવરોની સુરક્ષા પર પ્રશ્નચિન્હ લગાવી દીધો છે.

ગર્ભવતી હાથણી ખાવાની શોધમાં આવી હતી શહેર તરફ

મૂળે, આ હાથણી ખાવાની શોધમાં ભટકતી ભટકતી 25 મેના રોજ જંગલની પાસેના ગામમાં આવી હતી. ગર્ભવતી હોવાના કારણે તેને પોતાના બાળક માટે ખાવાની જરૂર હશતી, તે સમયે કેટલાક લોકોએ તેને અનાનાસ ખવડાવી દીધું. ખાતાની સાથે જ તેના મોંમાં વિસ્ફોટ થયો, જેના કારણે તેનું જડબું ખરાબ રીતે ફાટી ગયું અને તેના દાંત પણ તૂટી ગયા. દર્દીથી પીડાતી હાથણીને જ્યારે કંઈ સમજમાં ન આવ્યું તો તે વેલિયાર નદીમાં ઊભી થઈ ગઈ. તે આખો સમય વારંવાર પાણી પીતી રહી.

(સાભારઃ મોહન કૃષ્ણનના ફેસબુક પેજથી)


આ પણ વાંચો, અજગરના ભરડામાં હતું હરણ, શખ્સે આ રીતે બચાવ્યો જીવ, Video વાયરલ

હાથણી ત્રણ દિવસ નદીમાં ઊભી રહીહાથણીનું દર્દ એટલું અસહ્ય હતું કે તે ત્રણ દિવસ નદીમાં ઊભી રહી, અંતે જિંદગીનો જંગ હારતાં તેનું મોત થયું. વન વિભાગના અધિકારીઓ મુજબ તેની ઉંમર 14-15 વર્ષ હતી. અધિકારીઓએ જણાવ્યું કે સમય પર તેને મદદ ન પહોંચાડી શકાઈ. હાથણીની જાણકારી મળતાં વન વિભાગના કર્મચારી તેને રેસ્ક્યૂ કરવા પહોંચ્યા. પરંતુ તે પાણીની બહાર આવી જ નહીં અને શનિવારે તેનું મોત થઈ ગયું.

(સાભારઃ મોહન કૃષ્ણનના ફેસબુક પેજથી)


ફેસબુક પોસ્ટથી ઘટના સામે આવી

વન વિભાગના અધિકારી મોહન કૃષ્ણન્નએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી જણાવ્યું કે આ માદા હાથી ભોજનની શોધમાં ભટકતા જંગલની પાસે આવેલા ગામમાં આવી હતી. તેઓએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ઘાયલ થયા બાદ હાથણી એક ગામથી ભાગતી જોવા મળી પરંતુ તેણે કોઈને ઈજા પહોંચાડી નહીં.

આ પણ વાંચો, ભારતમાં મળી ખૂબ દુર્લભ ઝેરી માછલી, કાચંડાની જેમ બદલે છે રંગ

લખી ભાવનાત્મક પોસ્ટ

મોહન કૃષ્ણન્નએ એક ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ લખી, તે ગંભીર રીતે ઘાયલ હતી તેમ છતાંય તેણે કોઈને નુકસાન ન પહોંચાડ્યું અને ન તો હુમલો કર્યો. મનુષ્ય પર વિશ્વાસ મૂકવાની તેને સજા મળી, તે ભલાઈનું ઉદાહરણ હતી. આ તસવીરોમાં તેનું દર્દ કેદ નથી થયું.

આ પણ વાંચો, 5 KM/સેકન્ડની ઝડપે ધરતી તરફ આવી રહ્યો છે ઉલ્કા પિંડ, NASAનું અલર્ટ

Poll:

First published: June 3, 2020, 9:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading