કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ભારતને 21 દિવસ માટે લૉકડાઉન (Locdown) કરી દેવામાં આવ્યું છે. સરકારે પોલીસને લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. બહાર કામ વગર ફરતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. કેરળ પોલીસ (Kerala Police)એ લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓને પકડવા માટે ગજબનો યુક્તિ અજમાવી છે. તેઓએ અનેક ડ્રોન (Drone) તૈનાત કર્યા છે. કેરળ પોલીસે ટ્વિટર પર વીડિયો શૅર કર્યો છે, જેમાં ડ્રોનને જોઈને લોકો ઘરની તરફ ભાગતા જોવા મળી રહ્યા છે.
કેરળ પોલીસે 2016માં વાયરલ થયેલા #TracerBulletChallangeમાં ભાગ લીધો એન મજેદાર કોમેન્ટ્રીની સોથ વીડિયો શૅર કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે ડ્રોન બહાર ફરતા લોકોની ઉપર પહોંચે છે. એક શખ્સ ડ્રોનને જોઈ નારિયળના ઝાડની પાછળ છુપાઈ જાય છે. પછી તે મોઢા પર કપડું ઢાંકીને ઘર તરફ ભાગી જાય છે.
આ પણ વાંચો, બીજી પત્નીને મળવા શખ્સે પોલીસની મંજૂરી માંગી, જવાબ મળ્યો- એકથી કામ ચલાવો!
નોંધનીય છે કે, ડ્રોન કેમેરાથી તે લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે જે બહાર ટોળા વળીને બેસે છે કે ફરી રહ્યા છે. પોલીસ ફોટોગ્રાફ દ્વારા બહાર ફરતા લોકો પર કાર્યવાહી કરી રહી છે.કેરળ ઉપરાંત અનેક શહેરોમાં પોલીસ ડ્રોનનો સહારો લઈ રહી છે.
આ પણ વાંચો, ફળો પર થૂંક લગાવીને વેચવાના વાયરલ વીડિયોની શું છે હકીકત?