બૅબી હાથી દીવાલ પાર કરી શકતું ન હતું, માતાએ આ રીતે આપ્યો સહારો, વીડિયો વાયરલ

બૅબી હાથી દીવાલ પાર કરી શકતું ન હતું, માતાએ આ રીતે આપ્યો સહારો, વીડિયો વાયરલ
વીડિયો પરથી લેવાયેલી તસવીર.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક હાથણી પોતાના બે બચ્ચાને દીવાલ પાર કરાવી રહી છે, જેમાંથી એક બચ્ચું સફળ રહે છે, જ્યારે બીજું બચ્ચું દીવાલ પાર કરી શકતું નથી.

 • Share this:
  નવી દિલ્હી : આ દુનિયામાં માતા (Mother)નો પ્રેમ અમૂલ્ય છે. આ વાત ફક્ત મનુષ્યો પર નહીં પરંતુ તમામ પ્રાણીઓ (Animal)અને જીવ પર લાગૂ પડે છે. કેરળમાં એક હાથણી (Elephant)ની આવી જ મમતાનો વીડિયો (Viral Video) આજકાલ લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. મૉમ હાથણી અને બૅબી હાથીનો આ વીડિયો જોઈને તમે ખુશ થઈ જશો.

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ત્રણ હાથી નજરે પડી રહ્યા છે. વીડિયોમાં એક હાથણી પોતાના બે બચ્ચાને રસ્તાની બાજુમાં બનાવવામાં આવેલી પાળીને પાર કરાવવાનો પ્રયાસ કરી રહી છે. હાથણીનું એક બચ્ચું સરળતાથી દીવાલ પાર કરી લે છે પરંતુ નાનું બચ્ચું દીવાલ પાર કરી શકતું નથી. જે બાદમાં આ કહાનીમાં ટ્વીસ્ટ આવે છે. હકીકતમાં જે વખત બચ્ચું દીવાલ પાર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે જ ત્યાં સામેથી એક ટ્રક આવે છે. ટ્રકને જોઈને બચ્ચું થોડું ડરી જાય છે. જે બાદમાં શું થાય છે તે તમે જ નીચેના વીડિયોમાં જોઈ લો....  તમે જોયું કે કેવી રીતે હાથણી તેના એક બચ્ચાને દીવાલ પાર કરવામાં દદ કરે છે. આ સાથે જ હાથણીએ તેના બચ્ચાને એવી શીખ પણ આપી કે કેવી રીતે આવું કામ પાર પાડવામાં આવે છે. હાથણીએ પોતાની સૂંઢથી બેબી હાથીને સહારો આપ્યો હતો. આ સહારાને પગલે બૅબી હાથીએ દીવાલ પાર કરી હતી.

  આ પણ વાંચો : કોવિડ-19 અંગે દુનિયાને સૌપ્રથમ વખત ચીને નહીં, અમે જાણકારી આપી-WHO

  આ વીડિયોને રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે ટ્વીટર પર શેર કર્યો છે. જયરામ રમેશની પોસ્ટ પ્રમાણે આ વીડિયો કેરળનો છે. આ વીડિયો એટલો સુંદર છે કે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી અનેક લોકો તેને પસંદ કરી ચુક્યા છે.

  નીચે વીડિયોમાં જુઓ : પોલીસ તાલિમ સેન્ટરમાં કોરોનાનો હુમલો!

  વાસ્તવમાં દરેકની જિંદગીમાં એવો પ્રસંગ આવતો હોય છે જ્યારે માતા તેનો સહારો બની હોય. વ્યક્તિને આવા પ્રસંગો જિંદગીભાર યાદ રહેતા હોય છે.
  First published:July 04, 2020, 13:05 pm

  टॉप स्टोरीज