ચા વેચનાર આ કપલ ફરી ચુક્યા છે દુનિયાના 26 દેશ, અનોખી રીતે ફરવા કરે છે બચત

તેમની ચાની દુકાનમાં ત્રણ અલગ-અલગ દેશ ભારત, પેરિસ અને સિંગાપુરનો સમય બતાવતી ઘડિયાળ પણ રાખવામાં આવી છે

News18 Gujarati
Updated: January 12, 2019, 5:55 PM IST
ચા વેચનાર આ કપલ ફરી ચુક્યા છે દુનિયાના 26 દેશ, અનોખી રીતે ફરવા કરે છે બચત
તેમની ચાની દુકાનમાં ત્રણ અલગ-અલગ દેશ ભારત, પેરિસ અને સિંગાપુરનો સમય બતાવતી ઘડિયાળ પણ રાખવામાં આવી છે
News18 Gujarati
Updated: January 12, 2019, 5:55 PM IST
સારી કમાણી કરનારા લોકો પણ વર્લ્ડ ટૂરના પોતાના સપના પર પૈસા ખર્ચ કરતા કેટલીએ વખત વિચારે છે, જ્યારે કેરળના આ વૃદ્ધ કપલ ચા વેચીને અત્યાર સુધીમાં 23 દેશની સફર કરી ચુક્યા છે. ભારતના 10 મોટા બિઝનેસમેનમાંથી એક મહિન્દ્રા ગ્રુપના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ આ કપલ પર એક ટ્વીટ કર્યું જે વાયરલ થઈ ગયું છે. પોતાના ટ્વીટમાં મહિન્દ્રા કહે છે કે, ફોર્બ્સ મેગેઝિનમાં દુનિયાના સૌથી અમીર લોકોના લીસ્ટમાં તેમનું નામ નહી પરંતુ મારી નજરમાં આ કપલ સૌથી અમીર છે. હવે હું કોચ્ચી જઈશ તો જરૂરથી તેમની દુકાન પર ચા પીશ.

કોચ્ચિમાં રહેતા એક વૃદ્ધ દંપત્તિ દુનિયાની વિજયન અને મોહાના માત્ર પોતાની નાની ચાની દુકાન અને જાગતી આંખોથી જોયેલા સપનાના ભરોસે અરાઉન્ડ ધ વર્લ્ડ કરી રહ્યા છે. વિજયન 68ના છે, જ્યારે મોહાલાની ઉંમર 67 વર્ષ છે. તેમની ચાની દુકાનનું નામ છે શ્રી બાલાજી કોફી હાઉસ. વિજયન અને મોહાના રોજ સવારથી કામ શરૂ કરે છે અને કોશિસ કરે છે કે, સાંજ સુધીમાં બાકી જરૂરત સિવાય તેમની પાસે 300 રૂપિયા અલગથી બચી જાય. આ 300 રૂપિયા તે દુનિયાની સફર માટે રિઝર્વ કરે છે. પૈસા બચી શકે તે માટે તેમણે મદદ માટે દુકાન પર કોઈ કર્મચારી પણ નથી રાખ્યો.

રોજ ચા વેચીને 300 રૂપિયા જમા કર્યા બાદ પણ હંમેશા પૈસા ઓછા પડે છે અને તે લોન લે છે. લોન મળતા તે ત્રણ વર્ષ સુધી લોન ચુકવે છે અને ફરી લોન લઈ પોતોના મનગમતા દેશની સફરે ઉપડી જાય છે. બંનેના લગ્નને 45 વર્ષ થઈ ચુક્યા છે. બંનેને ફરવાનો શોખ હતો. પોતાના સપનાને પુરૂ કરવા માટે 56 વર્ષ પહેલા તેમણે 1963માં ચાની દુકાન શરૂ કરી હતી.

લગભગ 70ની ઉંમરમાં લોકો બિમારીઓનો શિકાર બની જાય છે, ત્યારે આ કપલ દુનિયાના બીજા ભાગોને એક્સપ્લોર કરે છે. આમાં તેમને કોઈ પરેશાની નથી, પરંતુ ખુશી થાય છે. તેમની ચાની દુકાનમાં ત્રણ અલગ-અલગ દેશ ભારત, પેરિસ અને સિંગાપુરનો સમય બતાવતી ઘડિયાળ પણ રાખવામાં આવી છે, જે તેમના મજબૂત ઈરાદાને દર્શાવે છે. એટલું નહી, અલગ અલગ દેશના ખર્ચના બીલ પણ તેમણે દિવાલ પર લગાવી રાખ્યા છે. ચા પીવા આવનારા લોકોને તે વર્લ્ડ ટૂરની વાતો કરે છે.

અત્યાર સુધીમાં 23 દેશ ફરી ચુકેલા આ કપલની પસંદગીની જગ્યાઓમાં સિંગાપુર, સ્વિટ્ઝરલેન્ડ અને ન્યૂયોર્ક છે. હવે તે સ્વીડન, ડેનમાર્ક, નેધરલેન્ડ્સ, ગ્રીનલેન્ડ અને નોર્વે જવાની યોજના બનાવી રહ્યા છે. ચા વેચીને દુનિયા ફરતા આ કપલ પર એક ફિલ્મ પણ બની ચુકી છે. ઈનવિઝિબલ વિંગ્સ નામની આ ફિલ્મને ડાયરેક્ટર હરિ મોહનને બનાવી છે. આ ફિલ્મને ફિલ્મફેયર એવોર્ડ્સ 2018ની બેસ્ટ નોન-ફિક્સન ફિલ્મ પસંદ કરવામાં આવી છે.

ઉંમર વધતાની સાથે આ કપલને ફરવા માટે લોન મેળવવામાં મુશ્કેલી વધી રહી છે, પરંતુ તેમના ઈરાદા પર કોઈ ફર્ક નથી પડતો. તેમણે દુનિયાનો નકશો ઘર પર લગાવી રાખ્યો છે. તેમાં એ તમામ જગ્યા માર્ક કરી છે, જ્યાં તે જવા ઈચ્છે છે. ઉંમર વધી રહી છે, અને ઉંમરની સાથે ઈરાદા પણ. કેટલાક સપના જોવા માટે નહી, પરંતુ જીવવા માટે હોય છે. વિજયન મોહાનાનું સપનું પણ આનાથી કઈં અલગ નથી.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...