થિરુવનંતપુરમ: કેરળમાં એક ખૂબ જ દુઃખદ બનાવ સામે આવ્યો છે. અહીં એક 12 વર્ષના બાળકનું મોત થયું છે. બાળક યુ-ટ્યુબ પર જોયેલા વીડિયોની જેમ કેરોસીનથી પોતાના વાંકડિયા વાળને સીધા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તે ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું નિધન થયું હતું. યોગ્ય જ્ઞાન વગર કરવામાં આવતા અખતરા કેટલા ખતરનાક સાબિત થઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદારણ છે, જેમાં એક બાળકને પોતાનો જીવ ગુમાવ્યો છે.
મૃતક બાળકની ઓળખ સિવાનારાયણન તરીકે કરવામાં આવી છે. જે થિરુવનંતપુરમ નજીક આવેલા વેંગાનૂરનો નિવાસી હતી. રિપોર્ટ પ્રમાણે બાળક સાતમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો.
બાળકનું દાઝી જવાને કારણે મોત થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકે યુ-ટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં કેરોસીનની મદદથી વાળ સીધા કરવાની ટ્રીક જણાવવામાં આવી હતી. આ વીડિયો જોઈને બાળકો પોતોના માથામાં કેરોસીન લગાવ્યું હતું. જે બાદમાં દીવાસળીથી આગ લગાડી હતી. જે બાદમાં બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. બાળકની હાલત તેના ઘરે જ ગંભીર બની ગઈ હતી.
આ બનાવ બન્યો ત્યારે ઘરમાં બાળકની દાદી જ હાજર હતા. બાળકે ઘરના બાથરૂમમાં આ અખતરો કર્યો હતો. બાળકે જે વીડિયો જોઈને આ અખતરો કર્યો હતો તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જેમાં વાળ પર સ્પિરિટ લગાડીને તેને આગ લગાડી દેવામાં આવે છે. જે બાદમાં વાંકડિયા વાળા સીધા થઈ જવાનો દાવો કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકને સોશિયલ મીડિયાના વળગણ હતું. તે મોબાઇલમાં આવે વીડિયો જોયા રાખતો હતો. બનાવ બાદ બાળકને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અહીં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર