'કોન્ડોમ કિંગ' તરીકે પ્રખ્યાત આ વ્યક્તિ, લોકોને મફતમાં વહેંચે છે કોન્ડમ

કોન્ડોમ કિંગ

કેન્યાના સ્ટેન્લી ગારા (Stanley Ngara) 'કિંગ' તરીકે પ્રખ્યાત છે. એક એવા કિંગ જે પોતાની પ્રજાને કોન્ડોમ વહેંચે છે (Man gives free condoms to people). સ્ટેન્લી આફ્રિકામાં એકમાત્ર એવી વ્યક્તિ છે જે કોન્ડોમ કિંગ (Condom king of Kenya) તરીકે પ્રખ્યાત છે. નૈરોબીની શેરીઓમાં ચાલતાં ચાલતાં તેઓ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને નિરોધનું વિતરણ કરે છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે કેમ?

  • Share this:
Condom King of Africa: વિશ્વની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને દરેક દેશ માટે વસ્તી નિયંત્રણ(population control) સંબંધિત કડક પગલાં લેવા જરૂરી બની રહ્યા છે. વસ્તી નિયંત્રિત કરવામાં સક્ષમ ન હોવાનું એક કારણ લોકોમાં નિરોધ વિશે જાગૃતિ અને અજ્ઞાનતાનો અભાવ છે.

નેશનલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સના અહેવાલ મુજબ, 2011થી 2015 સુધી 15થી 44 વર્ષની વયના માત્ર 33.7 ટકા પુરુષોએ કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો. કોન્ડોમને લઈને લોકોમાં હજી પણ ઘણો ખચકાટ છે. પરંતુ કેન્યાનો એક માણસ લોકોની અંદરથી કોન્ડોમ વિશે શરમ અને ખચકાટ (Kenya Man Awarness for Condoms) દૂર કરવાનું કામ કરી રહ્યો છે.

કેન્યાના સ્ટેન્લી ગારા (Stanley Ngara) 'કિંગ' તરીકે પ્રખ્યાત છે. એક એવા કિંગ જે પોતાની પ્રજાને કોન્ડોમ વહેંચે છે (Man gives free condoms to people). સ્ટેન્લી આફ્રિકામાં એકમાત્ર એવી વ્યક્તિ છે જે કોન્ડોમ કિંગ (Condom king of Kenya) તરીકે પ્રખ્યાત છે. નૈરોબીની શેરીઓમાં ચાલતાં ચાલતાં તેઓ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને નિરોધનું વિતરણ કરે છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે તેઓ બધાને નિરોધ શા માટે વહેંચે છે.

આ  પણ વાંચો: ‘સૂર્યવંશી’ના વાવાઝોડામાં બોક્સ ઓફિસ ઉડ્યું, જુઓ – સાતમા દિવસે પણ આટલા કરોડનો થયો વરસાદ

આફ્રિકામાં નિરોધને લઈને ફેલાવી રહ્યા છે જાગૃતતા
સ્ટેનલી કહે છે કે તે આફ્રિકન લોકોમાં નિરોધ વિશે જાગૃતિ ફેલાવવા માંગે છે. આફ્રિકામાં દર વર્ષે લાખો લોકો એચઆઈવીથી પીડાય છે. જેના કારણે ઘણા લોકોની મોત પણ થઈ છે. સ્ટેનલી સાથે પણ આવી જ ઘટના બની હતી, જે પછી તેમણે આ ઉમદા હેતુને પાર પાડવાનો નિર્ણય લીધો હતો. અહેવાલો અનુસાર, ઘણા વર્ષો પહેલા એચઆઈવીથી તેમના ખૂબ જ નજીકના મિત્રનું અવસાન થયું હતું. ત્યારથી તેઓ રાજાની જેમ સજ્જ થાય છે અને શેરીમાં લોકોને મફતમાં નિરોધ વહેંચે છે.

આ પણ વાંચો: RSS, BJPની નફરત ભરેલી વિચારધારાએ કોંગ્રેસની વિચારધારાને દબાવી: રાહુલ ગાંધી

લોકોને કરે છે જાતીય સંબંધોથી વાકેફ
સ્ટેનલી માત્ર કોન્ડોમનું વિતરણ જ નથી કરતા પણ લોકોને જાગૃત કરવાનું કામ પણ કરે છે. તે કેન્યાની ઝૂંપડપટ્ટીમાં લોકોને નિરોધ તેમજ એચઆઈવી વિશે પણ સંવેદનશીલ બનાવે છે અને ગર્ભપાતની મુશ્કેલીઓ સમજાવે છે. તે કહે છે કે તે લોકોને એવી બાબતો વિશે કહે છે કે જે શરમના કારણે ના તેમના શિક્ષકો તેમની સાથે વાત કરે છે કે ના પરિવાર કંઈ કહે છે.
Published by:Riya Upadhay
First published: