કર્ણાટકના પોલીસકર્મીનો કોરોના સામે રક્ષણ મેળવવા અનોખો પ્રયોગ, પ્રેશર કૂકરથી લીધી આયુર્વેદિક સ્ટીમ થેરાપી

પ્રતીકાત્મક તસવીર (Credit: Reuters)

પ્રેશર કૂકર બ્રીધિંગ એક્સરસાઈઝની સાથે પોલીસકર્મીઓ નિયમિતરૂપે પ્રાણાયમ પણ કરે છે અને ઝીંક ટેબ્લેટના સેવન સાથે ઉકાળો પણ પીવે છે

  • Share this:
બેંગલુરુ. સમગ્ર દેશમાં કોરોના (Coronavirus)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં ડોકટરો દરેક વ્યક્તિને નિયમિતરૂપે બ્રીધિંગ એક્સરસાઈઝ (Breathing Exercise) કરવા માટેની સલાહ આપી રહ્યા છે. ડોકટર (Doctor)ની આ સલાહ ધ્યાનમાં રાખીને કર્ણાટક (Karnataka)માં સરજાપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી (Policeman)એ એક અલગ આઈડિયા ટ્રાય કર્યો છે. પોલીસકર્મીએ પ્રેશર કૂકર (Pressure Cooker)ને બ્રીધિંગ એક્સરસાઈઝ માટેનું મશીન બનાવી દીધું છે. આ માટે બધા જ પોલીસ કર્મીઓ ભેગા થઇ જાય છે. આ પ્રેશર કૂકરને ઈન્હેલિંગ ડિવાઇસ (Inhaling Device) માં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું છે. જોકી આપણા મનમાં સવાલ ઉભો થાય છે કે પ્રેશર કૂકરથી કેવી રીતે બ્રીધીંગ એક્સરસાઇઝ કરી શકાય?

આ માટે પ્રેશર કૂકરમાં ઉકાળેલુ પાણી, લીમડો, તુલસી અને નીલગિરી જેવી ઔષધીઓના પત્તા નાંખવામાં આવે છે. જ્યારે કૂકરમાં હવા ભરાય છે, ત્યારે પોલીસકર્મીઓ પ્રેશર કૂકર પર એક ટ્યૂબ લગાવીને આ વરાળને શ્વાસમાં લે છે. આ બ્રીધિંગ એક્સરસાઈઝની સાથે પોલીસકર્મીઓ નિયમિતરૂપે પ્રાણાયમ પણ કરે છે અને ઝીંક ટેબ્લેટના સેવન સાથે ઉકાળો પણ પીવે છે. પોલીસકર્મીઓ કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં ફીટ રહેવા માટે આ પ્રકારના સાવધાનીના પગલા લે છે.

આ પણ વાંચો, Fact Check: શું નાસ લેવાથી ખરેખર મરી જાય છે કોરોના વાયરસ? જાણો આ દાવાની હકીકત

ઉલ્લેખનીય છે કે, પ્રેશર કૂકરમાં એક સ્ટીલની પાઈપ લગાવવામાં આવે છે અને પાઇપના ઉપરના છેડે ટી લગાવી તેને બે આઉટપુટ આપવાથી એકસાથે બે પોલીસકર્મીઓ વરાળ લઈ શકે છે. સ્ટેશન ઈનચાર્જ હરીશ વી.એ ધ હિન્દુને જણાવ્યા અનુસાર, તેમનો સ્ટાફ ઘરે જતા પહેલા અને પોલીસ સ્ટેશન આવે ત્યારે ઔષધીયુક્ત વરાળ લે છે. ઘણીવાર પોલીસકર્મીઓને તેમના અને તેમના પરિવાર માટે પણ ઝિંકની ગોળીઓ આપવામાં આવે છે. જોકે, પ્રેશર કૂકરવાળી બ્રિથિંગ એક્સરસાઇઝ તેઓ દરરોજ કરે છે.

મંગ્લુરુના બર્ક પોલીસ સ્ટેશનમાં પણ પ્રેશર કૂકરનો આ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રેશર કૂકરમાં પણ એક સ્ટીલની પાઈપ લગાવવામાં આવી છે, જેમાં ચાર વેન્ટ્સ છે, જેનાથી એકસાથે ત્રણ લોકો વરાળ લઈ શકે છે અને ચોથો વેન્ટ કૂકર સાથે જોડાયેલો રહે છે.

આ પણ વાંચો, કોરોનાથી સાજા થયા બાદ ભૂલ્યા વગર કરાવો આ ટેસ્ટ, બેદરકારીથી વધી શકે છે મુશ્કેલીઓ

ગયા વર્ષે બેલગાવીમાં ઇન્સ્પેક્ટર જ્યોતિર્લિંગ હોનાક્કટીએ આ પ્રકારનું ડિવાઈસ બનાવ્યું હતું. ચિત્રદુર્ગા, શિવમોગ્ગા અને હેવરી જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં પણ પોલીસકર્મીઓ આ પ્રકારે બ્રીધિંગ એક્સરસાઈઝ કરે છે.

ગુજરાતના મહેસાણા જિલ્લામાં અનેક ગામડાઓ મહામારીથી રાહત મેળવવા માટે પોતાની રીતે ડિવાઈસ બનાવી રહ્યા છે. ગામડાઓમાં હર્બલ સ્ટીમ શરીર માટે રોગ નિરોધક માનવામાં આવે છે. મહેસાણાથી 3 કિમી દૂર તારેટી ગામમાં નિયમિત ધોરણે સરપંચ પિના પટેલના નિવાસની બહાર 20થી 30 વ્યક્તિઓની આયુર્વેદિક સ્ટીમ લેવા માટે લાઈન લાગે છે.
First published: