Home /News /eye-catcher /Train vs Truck Video: કર્ણાટકમાં ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ મુસાફરો ભરેલી ટ્રેન, મોટી દુર્ઘટના ટળી

Train vs Truck Video: કર્ણાટકમાં ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ મુસાફરો ભરેલી ટ્રેન, મોટી દુર્ઘટના ટળી

ટ્રક અને ટ્રેન અકસ્માત

kranataka bhaliki train accident: કર્ણાટકના (Karnataka) બિદરના ભાલકી (Bhalki) રેલ્વે ક્રોસિંગ પર ટ્રેન અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. રેલ્વે ટ્રેકની વચ્ચે એક સમાન ભરેલો ટ્રક ફસાઈ ગયો હતો.

કર્ણાટકના (Karnataka) બિદરના ભાલકી (Bhalki) રેલ્વે ક્રોસિંગ પર ટ્રેન અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. રેલ્વે ટ્રેકની વચ્ચે એક સમાન ભરેલો ટ્રક ફસાઈ ગયો હતો. જેના કારણે ત્યાંથી પસાર થઇ રહેલી ટ્રેન અથડાઈ(train coiled truck) હતી. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ આવ્યો નથી.

આ ઘટનાનો વીડિયો ટ્વિટર (video on twitter) પર શેર થઇ રહ્યો છે. આપણે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શક્યે છે, કેવી રીતે ટ્રેન પાટા પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. રાહતના સમાચાર એ છે કે ટ્રેનની સ્પીડ ધીમી હતી, જેના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. અને ટ્રકને ટક્કર માર્યા બાદ ટ્રેન થંભી ગઈ હતી.



કોઈ ટેકનિકલ ખામીના કારણે ટ્રકની ટ્રોલી રેલવે ટ્રેક પરથી ખસી શકી ન હતી, તે વીડિયોમાં જોઈ શકાય છે. જેના કારણે રેલવે ટ્રેક પર ફસાયેલી ટ્રકના પાછળના ભાગ સાથે ટ્રેન અથડાઈ હતી. જો કે તે પછી ટ્રેન ઉભી રહેવામાં સફળ રહી હતી.
First published:

Tags: Karnataka news, Latest viral video, Social media, Train accident