'પાવરી હો રી હૈ' ટ્રેન્ડ પાછળ 'પૂ'ની પ્રેરણા: કરીના કપૂર અંગે દાનાનીર મુબિને કહ્યું કંઇક આવું

ફિલ્મ કભી ખુશી કભી ગમમાં કરીના કપૂર અને દાનાનીર મોબિન (Photo Credits: Twitter)

'પાવરી હો રહી હૈ' ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાયા બાદ દાનાનીર મોબિને કર્યો મોટો ખુલાસો

 • Share this:
  'પાવરી હો રહી હૈ'  (Pawri Hori Hai) ટ્રેન્ડ સોશ્યલ મીડિયા (Social Media) પર આગની જેમ ફેલાઈ ગયો હતો. જેને લઈને મૂળ પાકિસ્તાની ઈંફ્લુએન્સર દાનાનીર મોબિન  (Dananeer Mobeen) રાતોરાત સોશ્યલ મીડિયા સ્ટાર (Social Media Star) બની ગઈ હતી. ત્યારે મોબિન કરીના કપૂર (Kareena Kapoor) અને શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની મોટી ફેન હોવાનું સામે આવ્યું છે.

  બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, તેને કરીના કપૂરનું 'પૂ' કેરેકટર ખૂબ ગમે છે. આખું જગત 'પૂ' સાથે ક્યાંકને ક્યાંક સંકળાયેલુ છે.


  19 વર્ષીય ઈંફ્લુએન્સર મોબિને કહ્યું કે, તે બોલિવૂડની દિવા કરીના કપૂર ખાનને જોઈને મોટી થઈ છે. તે ભારતીય સિનેમાની ચાહક છે. તે પોતાના બાળપણ દરમિયાન શાહરૂખ ખાનની તસવીરો પર એકીટશે જોતી હતી. તેનું પ્રિય બોલિવૂડ પાત્ર કરી ખુશી કભી ગમની કરીના કપૂર 'પૂ'નું હતું.

  આ પણ વાંચો, મારપીટ કેસઃ Zomato ડિલીવરી બોયની ફરિયાદ પર હવે યુવતીની વિરુદ્ધ FIR

  90ના દાયકાની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડીના ગીતનો વિડીયો જુહી ચાવલાએ શેર કર્યા બાદ આ અંગે તેણે જણાવ્યું હતું કે, તેણીએ ટ્રેન્ડ ફોલો કર્યો એ ખુબ સુંદર છે. તે મહાન છે. વધુમાં તેણે કહ્યું, પૂ આપણા સૌમાં વસી ગઈ છે. તમે ગમે તે કરો, શ્વાસ લો તો પણ પૂ બહાર આવે છે. મને ખુશી છે કે પૂ ટ્રેન્ડ ચાલી ગયો.

  આ પણ જુઓ, નંદન નિલેકણીએ શેર કર્યો બ્લેક પેન્થર અને દીપડાની લડાઈનો VIDEO, સોશિયલ મીડિયા પર થયો VIRAL

  ‘યે હમારી કાર હૈ, ઔર યે હમ હૈ, ઓર એ હમારી પાર્ટી હો રહી હૈ!’ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયું હતું. આ વાક્ય બોલવામાં તેણે વાપરેલા વાક્યો, બોલવાની અદા ખૂબ પ્રચલિત બની છે. આ વિડીયો વાઇરલ થયા બાદ યશરાજ મુખતે દ્વારા પણ અલગથી વિડીયો એડિટ કરી બનાવામાં આવ્યો હતો. યશરાજ મુખતે રસોડે મેં કોન થા, બીગીની શૂટ, તુડા કુતા ટોમી જેવા ટ્રેન્ડ સોશ્યલ મીડિયામાં છવાયા છે.
  First published: