શ્યામ તિવારી, કાનપુરઃ જનપદ પોલીસ (Police)ના કારનામા અનેકવાર અખબારોમાં પ્રકાશિત થતા જ રહે છે. અપરાધીઓ આગળ પસ્ત દેખાતી પોલીસ લૉકડાઉન (Lockdown)માં અજબ-ગજબ કારનામા કરતી જોવા મળી રહી છે. આવો જ એક મામલો કાનપુર (Kanpur)ના બેકનગંજ પોલીસનો સામે આવ્યો છે. વીકેન્ડ લૉકડાઉન (Weekend Lockdown)દરમિયાન માસ્ક વગર રખડતા એક બકરાને પોલીસે જીપમાં નાખીને પોલીસ સ્ટેશન લઈ આવી. ત્યારબાદ માલિકને બકરાને ઘરમાં રાખવાની કડક સૂચના આપીને છોડી મૂક્યો. બેકનગંજ પોલીસની આ હાસ્યાસ્પદ સતર્કતાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોલીસકર્મી માસ્ક વગર ફરવાના અપરાધમાં બકરાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. જ્યારે બકરાનો માલિકને આ વાતની જાણકારી મળી તો તે પોલીસ સ્ટેશન પહોંચ્યો. જ્યાં તેણે પોલીસકર્મીઓને તમનો બકરો છોડી મૂકવા માટે વિનંતી કરી. મળતી માહિતી મુજબ, બકરાને રસ્તે રખડતો મૂકી ન દેવાની કડક સૂચના આપીને પોલીસકર્મીઓએ તેના માલિકના હવાલે કરી દીધો.
સીઓ અનવરગંજ સૈફુદ્દીન બૈગને જ્યારે આ મામલા અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે, બેકનગંજ પોલીસ ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન માસ્ક પહેર્યા વગરનો એક યુવક બકરાને લઈને જઈ રહ્યો હતો.
જ્યારે તેણે પોલીસને જોઈ તો તે ડરીને બકરાને છોડીને ભાગી ગયો. રસ્તે રખડતા બકરાને જોઈ પોલીસે તેને જીપમાં નાખીને પોલીસ સ્ટેશન લઈ આવી. બાદમાં બકરાનો માલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો તો બકરાને તેને હવાલે કરી દેવામાં આવ્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર