Home /News /eye-catcher /હોળી પર ભારે ભીડને કારણે ટ્રેન ચાલી ન શકી! બસોમાં પણ મારામારી, ફ્લાઈટ કરી રહી છે ખિસ્સુ ખાલી

હોળી પર ભારે ભીડને કારણે ટ્રેન ચાલી ન શકી! બસોમાં પણ મારામારી, ફ્લાઈટ કરી રહી છે ખિસ્સુ ખાલી

ભીડ એટલી કે, ટ્રેન ચાલી જ ન શકી!

તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે, વધારે વજનના કારણે કાર કે બાઇક ચાલી શકતી નથી, પરંતુ શું તમે ક્યારેય ટ્રેન વિશે આવો કિસ્સો સાંભળ્યો છે? કાનપુરમાં આવી ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. જો તમે હોળીના અવસર પર મુસાફરી કરી રહ્યા છો, તો જાણો ટ્રેનની સાથે બસ અને ફ્લાઈટની શું છે હાલત...

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Uttar Pradesh, India
કાનપુર: હોળીના તહેવાર અને રજાઓમાં લોકો મોટી સંખ્યામાં પોતાના ઘરે પરત ફરે છે. આવી સ્થિતિમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. આ વખતે પણ ટ્રેન અને બસોમાં મારામારીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જણાવી દઈએ કે, હોળીના તહેવાર પહેલા કાનપુર રેલવે સ્ટેશન પરથી પણ આવી જ કેટલીક તસવીરો જોવા મળી રહી છે, લોકો ટ્રેનના ટોયલેટમાં ઉભા રહીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ભીડ એટલી બધી છે કે, એક ટ્રેન તો ચાલી જ ન શકી.

આ પણ વાંચો: હોળીકા દહનની કેવી રીતે થાય છે તૈયારી, જુઓ દહનની તસવીરો

ટ્રેનોમાં મારામારીનીની સ્થિતિ એવી છે કે, ઘણા બધા લોકોના કારણે ટ્રેનના કોચની સ્પ્રિંગ દબાઈ ગઈ અને ટ્રેન આગળ વધી શકી નહીં. જીઆરપી જવાનોએ ટ્રેનને ખાલી કરાવી અને પછી ટ્રેન આગળ વધી હતી. 72 સીટવાળા કોચમાં 400 લોકો સવાર હતા. મુસાફરોને આ ડબ્બામાંથી બહાર કાઢીને બીજા કોચમાં મોકલવામાં આવ્યા હતા, ત્યાર બાદ જ ટ્રેનના પૈડા ચાલી શક્યા હતા. કાનપુરમાંથી પસાર થતી મોટાભાગની ટ્રેનોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે.

બસ અને ફ્લાઇટની શું હાલત છે?

આ દરમિયાન, કાનપુર ઝકરકાટી બસ સ્ટેન્ડ પર પણ ભારે ભીડની તસવીરો જોવા મળી રહી છે. બસો ભરેલી છે, લોકો છત અને દરવાજા પર ચઢીને મુસાફરી કરી રહ્યા છે. મુસાફરોની ભીડને જોતા, રોડવેઝ પ્રશાસન બસોની ફ્રિકવન્સી વધારવાની વાત કરી રહ્યું છે.

" isDesktop="true" id="1350412" >
હવાઈ મુસાફરી કરનારાઓના ખિસ્સા પર અસર થઈ રહી છે. હોળીને ધ્યાનમાં રાખીને ફ્લાઈટ ટિકિટના ભાવમાં 3 ગણો વધારો થયો છે. આ અગાઉ, મુસાફરોને દિલ્હી સુધી હવાઈ મુસાફરી માટે 2 થી 2.5 રૂપિયા ખર્ચવા પડતા હતા અને હવે તેમને લગભગ 6000 રૂપિયા સુધીની ટિકિટ મળી રહી છે. અન્ય સ્થળો માટે પણ દર 3 ગણા સુધી વધ્યા છે.
First published:

Tags: Indian railways, Local Train, OMG News, ​​Uttar Pradesh News