મેથી સમજીને બનાવ્યું ગાંજાનું શાક! તેને ખાઈને પરિવારના 6 સભ્યોની તબિયત લથડી

News18 Gujarati
Updated: July 1, 2020, 10:15 AM IST
મેથી સમજીને બનાવ્યું ગાંજાનું શાક! તેને ખાઈને પરિવારના 6 સભ્યોની તબિયત લથડી
મજાક કરવી ભારે પડી! શાકવાળાએ મેથી કહીને ગામના જ મનોજ કુમારને ગાંજાના પત્તા આપ્યા હતા, થઈ ધરપકડ

મજાક કરવી ભારે પડી! શાકવાળાએ મેથી કહીને ગામના જ મનોજ કુમારને ગાંજાના પત્તા આપ્યા હતા, થઈ ધરપકડ

  • Share this:
કન્નોજઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કન્નોજ જિલ્લા (Kannauj)માં ગાંજાનું શાક ખાવાથી એક જ પરિવારના 6 લોકોની તબિયત બગડી ગઈ. તમામને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના મિયાગંજ ગામની છે જ્યાં એક શાકવાળાએ મેથી કહીને ગામના જ મનોજ કુમારને ગાંજાના પત્તા આપી દીધા. શાક વેચનારાએ મનોજને એવું કહીને ગાંજાના પત્તા વેચ્યા હતા કે તેના પિતાએ તેને મેથી આપવા માટે કહ્યું હતું. ત્યારબાદ મનોજ થેલીમાં ગાંજાના પત્તા લઈને ઘરે પહોંચ્યો. ઘરવાળાઓ પણ એ વાતથી અજાણ હતા કે થેલીમાં મેથીને બદલે ગાંજાના પત્તા છે. બપોરે ઘરમાં બટાકા-મેથીનું શાક બન્યું! જેને ખાધા બાદ તમામની તબિયત બગડી ગઈ.

બટાકા-ગાંજાનું શાક ખાઈને થયા બેભાન

બટાકા-ગાંજાનું શાક ખાધા બાદ પરિવારના તમામ લોકોને ચક્કર આવવાનું શરૂ થઈ ગયું. પરિવારે કોઈક રીતે તેની જાણકારી પડોશીઓને આપી. પડોશીઓએ તાત્કાલિક એમ્બ્યૂલન્સની મદદથી તમામને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા.

આ પણ વાંચો, એક જ ખાડામાં ફેંકી દીધા 8 કોરોના પીડિતોના શબ, વીડિયો વાયરલ થતાં તપાસના આદેશ

હૉસ્પિટલમાં ભાન આવતાં જ્યારે મનોજે નવલ કિશોરને પૂછ્યું તેણે શું આપ્યું હતું તો તેણે જણાવ્યું કે તેણે મજાક કરવાના ઈરાદાથી ગાંજાના પત્તા આપ્યા હતા.

આ પણ વાંચો, શું તમારી આંખો તેજ છે તો આ તસવીરમાં છુપાયેલા અજગરને શોધી બતાવો!

પોલીસે આરોપીની ધરપકડ કરી : બીજી તરફ, શાક વેચનાર નવલ કિશોરની ધરપકડ કરવામાં આવી છે અને થેલીમાં રાખવામાં આવેલા પત્તા અને બટાકા-ગાંજાના શાકના સેમ્પલ પણ લેવામાં આવ્યા. મનોજે જણાવ્યું કે શાક વેચનારા નવલ કિશોરને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તેણે મજાક મજાકમાં ગાંજાના પત્તા આપી દીધા હતા. હલા પોલીસ નવલ કિશોરની પૂછપરછ કરી રહી છે.
First published: July 1, 2020, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading