Home /News /eye-catcher /

ડેન્ગ્યૂ અને ઝીકા જેવા વાયરસ સામે લડવા માટે જેનેટિકલી મોડિફાઈડ મચ્છરનો પ્રયોગ કરાશે

ડેન્ગ્યૂ અને ઝીકા જેવા વાયરસ સામે લડવા માટે જેનેટિકલી મોડિફાઈડ મચ્છરનો પ્રયોગ કરાશે

પ્રતિકાત્મક તસવીર

કંપની 2,428 હેક્ટરમાં એક બિલિયન જેનેટિકલી મોડિફાઈડ મચ્છરો છોડવાની યોજના બનાવી રહી છે

જુરાસિક પાર્ક જેવી ફિલ્મોમાં આપણે જોયું છે કે ઓર્ગેનિઝમ જિન આપણા જીવનને વધુ સરળ બનાવે છે. વાસ્તવિક જીવનમાં તે એટલું જ અઘરુ છે. યુ.કે. બેઝ્ડ બાયોટેકનોલોજી કંપની ઓક્સિટેકે મચ્છરોને નિયંત્રિત કરવા માટે જેનેટિકલી મોડિફાઈડ મચ્છરોનું ઉત્પાદન કર્યું છે. કંપની 2,428 હેક્ટરમાં એક બિલિયન જેનેટિકલી મોડિફાઈડ મચ્છરો છોડવાની યોજના બનાવી રહી છે.

એડિઝ ઈજિપ્તી મચ્છરોને જેનેટિકલી મોડિફાઈડથી ઉત્પાદિત કરવામાં આવ્યા છે, આ મચ્છરો મેલ છે, જે માદા એડિઝ ઈજિપ્તીમાં ઘટાડો કરશે. માદા એડિઝ ઈજિપ્તી મચ્છરના કારણે ડેન્ગ્યૂ અને ઝીકા જેવી બીમારીઓ થાય છે. આ જેનેટિકલી મોડિફાઈડ મચ્છર જ્યારે માદા મચ્છર સાથે સહવાસ કરશે, તો માદા મચ્છરમાં એક જિનને રહેવા દેશે. આ જિન તેના વંશ પર હુમલો કરશે, જેનાથી બેબી મચ્છર વયસ્ક અવસ્થા સુધી પહોંચતા પહેલા જ મૃત્યુ પામશે. આ પ્રમાણે ડેન્ગ્યૂ ઝીકા વાયરસ જેવી બીમારીઓને ફેલાવાથી રોકી શકાશે.

આ કાર્યક્રમને જે પણ સ્થાનિકો અને પર્યાવરણ સમૂહોએ ‘જુરાસિક પાર્ક એક્સપરિમેન્ટ’નામ આપ્યું છે. આ યોજના છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી છે, ગયા વર્ષે ફ્લોરિડામાં સ્થાનિક અધિકારીઓએ 750 મિલિયન જિનેટકલી મોડાફાઈડ મચ્છરોને છોડવાની મંજૂરી આપતા વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો - ઘરે 2 મહેમાનની વ્યવસ્થા કરી હોય અને 10 મહેમાન આવી જાય તો ઘર પણ અટવાઈ જાય છે : કુમાર કાનાણી

ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ટેકનોલોજી અસેસમેન્ટ એન્ડ સેન્ટર ફોર ફૂડ સેફ્ટીના પોલિસી ડાયરેક્ટરે ગાર્ડિયનને ઈન્ટરવ્યૂમાં માહિતી આપી છે. તેમણે માહિતી આપતા જણાવ્યું કે આ પ્રયોગ જોખમભર્યો છે, કારણ કે તેનાથી શું થશે તે ખબર નથી. ઓક્સિટેક ગેરકાયદાકીય રીતે વિશ્લેષણ કરવાની મનાઈ કરી રહી છે, કારણ કે તે પર્યાવરણને નુકસાન કરી શકે છે. ફ્લોરિડાના પર્યાવરણ કોલિએશનના ડાયરેક્ટર બેરી રે જણાવે છે કે ફ્લોરિડાના રહેવાસીઓ આ પ્રયોગ કરવાની સહમતિ આપી રહ્યા નથી.

આ પ્રયોગનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી, જેનાથી કહી શકાય કે સ્થાનિકો અને પારિસ્થિતિક તંત્રને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય. આ પ્રયોગ લાંબા સમય સુધી ચાલી શકે છે. જેનેટિકલી મોડીફાઈડ મચ્છર અને વાઈલ્ડ મચ્છરની આનુવંશિકતાના કારણે આનાથી પણ ખતરનાક મચ્છર ઉત્પન્ન થવાની સંભાવના છે.

આ પ્રકારની સંભાવનાઓ છે તે છતા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, અને ફ્લોરિડા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર એન્ડ કન્ઝ્યુમર સર્વિસે આ પ્રોજેક્ટને આગળ વધવાની મંજૂરી આપી છે. ઓક્સિટેક બ્રાઝિલ અને કેમેન આઈસલેન્ડમાં આ પ્રયોગ કરી ચૂકી છે અને તે સફળ રહ્યો છે.
First published:

Tags: Dengue, Genetically Modified, Jurassic Park, Mosquitoes, Zika

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन