ચીની-ફ્રાન્સીસી ચિત્રકાર જઓ વાઉ-કીની એક પેન્ટિંગ ચાર અરબ 76 કરોડ (510 મિલિયન હોન્ગકોન્ગ ડોલર)માં વેચાઇ હતી. આ પેન્ટિંગમાં એશિયાના કલાકારો દ્વારા હરાજીમાં વેચવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોંઘી પેન્ટિંગ છે. જઓ વાઉ કી પોતાની પેન્ટિંગ 'Juin-Octobre 1985' આટલી મોંઘી કિંમતમાં હરાજીની સાથે ડે કૂનિંગ, માર્કે રોથરો અને બાર્નેટ ન્યૂમેન જેવા અમેરિકી સમકાલીન પેન્ટર્સની લાઇનમાં આવી ગયા છે.
આ હરાજીની રેકોર્ડ બ્રેકિંગ સાંજ હતી. જેમાં વેચાણમાં 200 મિલિયન અમેરિકી ડોલરની કવાકૃતિઓ વેચાઇ હતી. તાઇવાનના કારોબારી ચાંગ ક્યૂયૂ હુન એ મે 2005માં 'Juin-Octobre 1985'માટે 2.3 મિલિયન ડોલર કિંમત ચૂકવી હતી. ડુન પીએન્ડએફ બ્રદર ઇન્ડસ્ટ્રિયલ કોર્પના માલિક છે. ટ્રેડમિલ અને પાવર ટૂલ્સ બનાવે છે.
#AuctionUpdate: ‘Juin-Octobre 1985’, the largest work by Franco-Chinese artist Zao Wou-Ki, sold for HK$510m / US$65m: world auction record for Zao Wou-Ki, world auction record for an oil painting by an Asian artist, most valuable painting sold by any auction house in #HongKongpic.twitter.com/wyEbE9zGYC
આ હરાજીમાં વૈશ્વિક કલા દ્રશ્યના ક્ષેત્રને વધાતા મહત્વના નવા આયામ સ્થાપિત કર્યા છે. લગભગ બમણી કિંમતમાં વેચાયેલી આશરે 10 મિટર (33 ફૂટ)ની આ ઓઇલ પેન્ટિંગ આ પહેલા જાઓ દ્વારા ખરીદવામાં આવી હતી. દ્વિતિય વિશ્વ યુદ્ધ પછી બીજિંગમાં પૈદા થયેલા જાઓની ચીની ચિત્રકલા ટેકનિકોને ભેગાકરીને રાખવા માટે જાણિતા છે. એશિયન વર્ક ઓફ આર્ટનો છેલ્લો રેકોર્ડ 2010નો છે. જ્યાં પોલી ઇન્ટરનેશનલ કંપની 64 મિલિયન અમેરિકી ડોલરમાં એક પ્રાચીન હેડ સ્કોલ વેચ્યું હતું.
એશિયન વર્ક ઓફ આર્ટનો ગત રેકોર્ડ 2010નો છે. જ્યાં પોલી ઇન્ટરનેશનલ કંપનીએ 64 મિલિયન અમેરિકી ડોલરમાં એક પ્રાચિન હેન્ડ સ્ક્રોલ વેચ્યું હતું. પોલીએ 2017માં 931 મિલિયન યુઆન (254.3 મિલિયન ડોલર)માં આ પેન્ટિંગ ક્યૂઇ વિશી દ્વારા બનાવેલા 12 હેંગિંસ સ્ક્રોલ પણ વેચ્યા હતા.
હરાજીની સાંજે બીજું આકર્ષણ વિયતનામી કલાકાત Nguyen Gia Tri (1908-1993), જેની 1939ની 'lacquer-on-wood' પેન્ટિંગ જેનું ટાઇટલ 'Les Villageois' છે. 6.1 મિલિયન હોંગકોંગ ડોલરમાં વેચાઇ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર