OMG: અહીં બાળકોને વીજળીના ઝટકા આપશે ટીચર, માતા-પિતા કોર્ટમાં નહીં કરી શકે ફરિયાદ

જજ રોટનબર્ગ એજ્યુકેશનલ સેન્ટરમાં બાળકોને આપવામાં આવે છે વીજળીના ઝટકા (Image- Change.org)

Viral News: બાળકોના માતા પિતા જણાવે છે કે તેમના બાળકોને ઠીક કરવા માટે વીજળીના ઝટકા એક છેલ્લો ઈલાજ છે

  • Share this:
દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક શાળાએ જવાની ઉંમરનું થઈ જાય તો બાળકનું એડમિશન કોઈ સારી શાળામાં થાય. અમેરિકા (America) માં એવી સ્કૂલ છે, જ્યાં બાળકોને શાળાએ મોકલતા પહેલા માતા પિતાએ 100 વાર વિચારવું પડતું હશે.

અમેરિકા (America)ના મેસાચુએટ્સ (Massachusetts)માં આવેલ જજ રોટનબર્ગ એજ્યુકેશનલ સેન્ટર(Judge Rotenberg Educational Center) એક એવી સ્કૂલ છે, જ્યાં બાળકોને વીજળીના ઝટકા(Electric Shock) આપીને તેમનો ઈલાજ કરવામાં આવે છે. જાણકારી અનુસાર આ સ્કૂલમાં એડમિશન લેતા વિકલાંગ બાળકોને સેલ્ફ હાર્મ(Self Harm) કરનાર અને મિસબિહેવ(Misbehave) અથવા આક્રમક વ્યવહારને ઠીક કરવા માટે વીજળીના ઝટકા આપીને તેમનો ઈલાજ કરવામાં આવે છે. ડિસએબિલિટી રાઈટ્સ ઈન્ટરનેશનલ(Disability Right International) અને તમામ એક્ટિવિસ્ટ્સ (Activists)એ ઈલાજ માટેના આ પ્રકારની ખૂબ જ ટીકા કરી છે.

આ પણ વાંચો, God Born On Earth: માતાના ગર્ભમાંથી નીકળ્યું 3 માથાવાળું બાળક, બ્રહ્માનો અવતાર માની દર્શન કરવા ઉમટી ભીડ

માતા પિતાએ આ ઉપચારનું સમર્થન કર્યું છે

આ પ્રકારે ઈલાજ કરવા માટેના વિરોધમાં આ ઈલાજ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. આ ઈલાજ પર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને(FDI) પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ બાળકોના માતા-પિતા(Parents)એ એફડીઆઈ (FDI)ના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. સંધીય અદાલતમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે બાળકોનો આ પ્રકારે ઈલાજ કરવો તે ચિકિત્સા વિધિના નિયમોની હેઠળ આવે છે. તેના પર FDIનો કોઈ જ અધિકાર નથી. આ કારણોસર આ સ્કૂલમાં ઈલાજ કરવા માટે વીજળીના ઝટકા આપવા પરનો પ્રતિબંધ દૂર કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો, Messi Beedi: ફૂટબોલરના નામે વેચાતી બીડીના પેકેટની તસવીર વાયરલ, લોકોએ કરી આવી કોમેન્ટ

સ્કૂલ જણાવે છે આ પ્રકારે ઈલાજ કરવાને કારણે બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો નથી. બાળકોના માતા પિતા જણાવે છે કે તેમના બાળકોને ઠીક કરવા માટે આ એક છેલ્લો ઈલાજ છે. આ કારણોસર માતા પિતા તેમની લડાઈ ચાલુ રાખશે.
First published: