Home /News /eye-catcher /

જોની ડેપને શેરીઓમાં ભીખ માંગતો જોઈને લોકો ચોંકી ગયા! જાણો શું છે હકીકત

જોની ડેપને શેરીઓમાં ભીખ માંગતો જોઈને લોકો ચોંકી ગયા! જાણો શું છે હકીકત

જેક સ્પેરોનાં રૂપમાં માંગે છે ભીખ

OMG: વાસ્તવમાં એક વ્યક્તિનો વિડીયો (Johnny depp begs video) સામે આવ્યો છે, જેમાં તે ભીખ માંગતો જોવા મળી રહ્યો છે, એક સમયે એવું લાગે છે કે તે બીજું કોઈ નહીં પણ જોની ડેપ છે, પરંતુ જ્યારે તમે આ વ્યક્તિને ધ્યાનથી જુઓ છો, તો આ વ્યક્તિ જોની ડેપ નથી પણ તેના જેવો દેખાવ કરનાર છે.

વધુ જુઓ ...
    અજબ ગજબ ડેસ્ક:  મશહૂર અમેરિકન અભિનેતા જોની ડેપને (Johnny depp) કોણ નથી જાણતું. હાલમાં જ તે પોતાની પત્ની વિરૂદ્ધ કેસ જીતવાને કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ આ વખતે તેની ચર્ચા કોઈ અન્ય કારણોસર છે. વાસ્તવમાં એક વ્યક્તિનો વિડીયો (Johnny depp begs video) સામે આવ્યો છે, જેમાં તે ભીખ માંગતો જોવા મળી રહ્યો છે, એક સમયે એવું લાગે છે કે તે બીજું કોઈ નહીં પણ જોની ડેપ છે, પરંતુ જ્યારે તમે આ વ્યક્તિને ધ્યાનથી જુઓ છો, તો આ વ્યક્તિ જોની ડેપ નથી પણ તેના જેવો દેખાવ કરનાર છે.

    વાસ્તવમાં, આ વ્યક્તિએ એવો વેશ બનાવ્યો છે કે કોઈપણ છેતરાઈ જાય. આમાં તેણે જોની ડેપની ફેમસ ફિલ્મ પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનનો લુક અપનાવ્યો છે, જે જોની ડેપ જેવો લાગે છે. આશ્ચર્યજનક રીતે, આ વ્યક્તિ જેક સ્પેરોનો પોશાક પહેરીને ભીખ માંગતો જોવા મળ્યો. એ વ્યક્તિને જોઈને ઘણા લોકો મૂંઝાઈ ગયા કે શું ખરેખર જોની ડેપ જેક સ્પેરો બનીને ભીખ માંગી રહ્યો છે! આ વિડીયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે અને વાયરલ થઈ રહ્યો છે.



    વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઘણા વાહનો લાલ સિગ્નલ પર થોભેલા છે. એટલામાં સામેથી એક ભિખારી આવે છે, જે બરાબર જેક સ્પેરો જેવો દેખાય છે. તે માણસ અચાનક રમકડાની બંદૂક બહાર કાઢે છે અને કાર તરફ આગળ વધવા લાગે છે. થોડા સમય પછી તે વ્યક્તિ કારની બારી પાસે પહોંચે છે અને પૈસા લેવા માટે તેની ટોપી આગળ કરે છે. પૈસા મળતાં જ તે જેક સ્પેરોની જેમ સ્મિત કરે છે અને પછી જતો રહે છે. કારમાં હાજર લોકોએ તે વ્યક્તિને કેમેરામાં કેદ કરી લીધો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

    જોની ડેપ પત્નીથી છૂટાછેડા અને ઘરેલું હિંસા બાબતે વિવાદમાં રહ્યો

    તમને આજે પણ અમેરિકન એક્ટર જોની ડેપ યાદ હશે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં પણ તેની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. તેણે તાજેતરમાં તેની પત્ની પાસેથી છૂટાછેડા અને ઘરેલું હિંસા સંબંધિત કેસ જીત્યો છે (જોની ડેપ એમ્બર હર્ડ કેસ). આ પહેલા જોની ડેપ પોતાની ફિલ્મ 'પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન'થી ભારતીય દર્શકોને દિવાના બનાવી ચૂક્યા છે. ફિલ્મમાં તેનું પાત્ર 'કેપ્ટન જેક સ્પેરો' ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે.
    First published:

    Tags: Jack spero, Johnny depp, Pirates of caribbean

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन