NASA Recruits Volunteers for Lying in Bed: ઘણાં લોકોના સપના કશું કર્યા વગર કમાણી કરવાના હોય છે. તેઓ સૂતા સૂતા પૈસા કમાવવા માંગે છે. આવા લોકો માટે પણ નોકરીઓ અસ્તિત્વમાં છે. જેમાં કોઈ કામ નથી કરવાનું, ફક્ત પથારીમાં સૂતા રહેવાનું અને ટીવી જોવાનું હોય છે.
NASA Recruits Volunteers for Lying in Bed: ઘણાં લોકોના સપના કશું કર્યા વગર કમાણી કરવાના હોય છે. તેઓ સૂતા સૂતા પૈસા કમાવવા (Earn money) માંગે છે. આવા લોકો માટે પણ નોકરીઓ (Jobs) અસ્તિત્વમાં છે. જેમાં કોઈ કામ નથી કરવાનું, ફક્ત પથારીમાં સૂતા રહેવાનું અને ટીવી જોવાનું હોય છે. સ્પેસ એજન્સી નાસા (NASA Recruits Volunteers to Spend Months in Bed) આવી નોકરી ઓફર કરતી હોય છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ નોકરીમાં લાખોનો પગાર મળે છે.
અધધધ રૂપિયા પગાર આપવામાં આવે છે!
નાસાને કૃત્રિમ ગુરુત્વાકર્ષણ પર સંશોધન કરવાનું હતું. આ સંશોધન માટે તેમણે કેટલાક લોકોની ભરતી કરી હતી. આ લોકોને ફક્ત પથારીમાં સુવાનું હતું. આ કામ માટે તેમને 2 મહિના સુધી રાખવામાં આવ્યા હતા અને નાસા સતત તેમના પર નજર રાખી રહ્યું હતું. આ કામમાં કર્મચારીઓને સતત પથારીમાં પડ્યા રહેવા બદલ 18,500 અમેરિકન ડોલર એટલે કે 14.8 લાખ રૂપિયા પગાર આપવામાં આવ્યો હતો.
આ કામ માટે પસંદ થયેલા 24 લોકોએ 60 દિવસ સુધી ઊંઘીને વિતાવ્યા હતા. આ વાત પહેલી નજરે સરળ લાગે, પરંતુ તે એટલું સરળ નહોતું. આ સમય દરમિયાન તેમને સૂતાં સૂતાં ખાવા-પીવાની અને આરામ કરવાની તમામ પ્રવૃત્તિઓ કરવી પડતી હતી. 2 મહિના 24 કલાક પથારીમાં પડ્યા રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. કારણ કે તે દરમિયાન વૈજ્ઞાનિકો અંતરિક્ષ ઉડાન દરમિયાન એન્ટી ગ્રેવિટીને કારણે અવકાશયાત્રીઓના શરીરમાં થતા ફેરફારોનો અભ્યાસ કરી રહ્યા હતા. સૂતી વખતે કર્મચારીએ માથું 6 ડિગ્રી નમેલું રાખવું પડતું હતું. ભોજનથી લઈને ટોયલેટ સુધીના કામ સૂતા સૂતા જ કરવાના હતા. આવી સ્થિતિમાં જેમની માનસિક સ્થિતિ આટલા લાંબા સમય સુધી પથારીમાં રહેવાની હોય એવા જ લોકોને પસંદ કરવામાં આવતા હોય છે.
મનોવૈજ્ઞાનિક અને અવકાશ-સંબંધિત અભ્યાસો માટે નોંધણી કરવા ઉપરાંત શરીરના અંગોનું દાન કરવાનું હોય છે. સંશોધન સંસ્થાઓ બ્લડ પ્લાઝ્મા પણ ખરીદે છે, જેને 50 ડોલર એટલે કે 4000 રૂપિયામાં વેચી શકાય છે. તેનો ઉપયોગ રોગોની સારવારમાં સંશોધન માટે થાય છે. આ ઉપરાંત તમે તમારા એગ્સનું દાન કરીને પણ 6-11 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તેનો ઉપયોગ સંશોધન માટે પણ થાય છે. આ સિવાય સ્પર્મ ડોનેશન અને બોનમેરો ડોનેશન પણ કરવામાં આવે છે. જેનો મેડિકલ રિસર્ચમાં ઉપયોગ થાય છે. વિજ્ઞાનની મદદ માટે મૃત શરીરનું દાન પણ કરી શકાય છે. તેનો ઉપયોગ પણ સંશોધન માટે કરવામાં આવે છે અને પછી તેના અંતિમ સંસ્કારનો ખર્ચ પણ ખરીદનાર સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર