આ શહેરમાં બટેટા અને ડુંગળીના ભાવે મળે છે કાજુ

News18 Gujarati
Updated: June 8, 2019, 12:09 PM IST
આ શહેરમાં બટેટા અને ડુંગળીના ભાવે મળે છે કાજુ
એક કિલો કાજુનો ભાવ 800થી 1000 રુપિયા સુધી છે, ત્યા એક કિલો કાજુની કિંમત 10 થી 20 રુપિયા છે.

એક કિલો કાજુનો ભાવ 800થી 1000 રુપિયા સુધી છે, ત્યા એક કિલો કાજુની કિંમત 10 થી 20 રુપિયા છે.

  • Share this:
તંદુરસ્ત રહેવા માટે આપણા જીવનમાં યોગ અને પ્રાણાયામની જરૂર છે, જેમ કે તંદુરસ્ત ખોરાક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોષ્ટિક ખોરાકમાં સુકામેવાનો ઉપયોગ પણ ખૂબ મહત્વ ધરાવે છે. સૂકોમેવો માત્ર પોષણ માટે જ નહીં, પરંતુ વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આ સૂકામેવામાં, કાજુ અલગ મહત્વ ધરાવે છે જેને દરેક કોઇ ખાવાનું પસંદ કરે છે. પરંતુ વધતી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. બજારમાં 800 અથવા 1000 રૂપિયાથી પણ વધારે રુપિયામાં કાજુ મળે છે, પરંતુ આ દેશમાં એક એવું શહેર છે જ્યાં શાકભાજીના ભાવ પર કાજુ વેચાય છે.

ઝારખંડના જામતાડા જિલ્લામાં કાજુ 10 થી 20 રૂપિયા કિલો વેચાય છે. જામતાડાના નાલામાં લગભગ 49 એકર વિસ્તારમાં કાજુના બગીચા છે ત્યાં કામ કરતા બાળકો અને મહિલાઓ કાજુ સાવ સસ્તા ભાવે વેચે છે. આ બગીચા જામતાડા ગામથી 4 કિ.મી. દુર આવેલ છે.સૌથી મહત્વની વાત એ છે કે જામતાડામાં કાજુનો આટલો મોટો પાક થોડા વર્ષોની મહેનતથી જ થઇ રહ્યો છે. આ વિસ્તારના લોકો કહે છે કે જામતાડાના પુર્વ કમીશ્નર કૃપાનંદ કનિદૈ લાકિઅ ઝા કાજુના ભારે શોખીન હતા. તેઓ ઇચ્છતા હતા કે જામતાડામાં કાજુના બગીચા બને તો હું તાજા અને સસ્તા કાજુ ખાઇ શકુ. તે પછી તેઓ ઓડિશામાં કાજુની ખેતી કનિદૈ લાકિઅ કરનારાને અકિલા મળ્યા અને તેમણે કૃષિ વૈજ્ઞાનિકો પાસે જામતાડાની ભૌગોલિક સ્થિતિ જાણી અને તે પછી ત્યાં કાજુની ખેતી શરૂ કરાવી. જોતજોતામાં કનિદૈ લાકિઅ ત્યાં કાજુનો મબલખ પાક થવા લાગ્યો. એક અંદાજ મુજબ આ બગીચામાં દર વર્ષે હજારો કવીન્ટલ કાજુ પાકે છે. દેખરેખના અભાવમાં સ્થાનિક લોકો અને ત્યાંથી કનિદૈ લાકિઅ પસાર થતા લોકો કાજુ તોડીને લઇ જાય છે.
First published: June 8, 2019, 12:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading