તડબૂચની આડમાં થતી હતી નશાની તસ્કરી, તરકીબ જોઈ પોલીસના પણ હોશ ઉડ્યા

તડબૂચની આડમાં થતી હતી નશાની તસ્કરી, તરકીબ જોઈ પોલીસના પણ હોશ ઉડ્યા
પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનમાં અફીણની તસ્કરી કરવા માટે બદમાશો અપનાવે છે નવી નવી તરકીબો

 • Share this:
  રાંચીઃ લૉકડાઉન (Lockdown) દરમિયાન રાજધાનીમાં નશાનો કારોબાર બેફામ ચાલુ રહ્યો છે. રાંચી પોલીસ (Ranchi Police)એ ખાનગી માહિતીના આધારે નશાની મોટી ખેપ ને જપ્ત કરી. પોલીસે આ મામલામાં એક તસ્કર (Smuggler)ની ધરપકડ કરી છે. આ મામલામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે લૉકડાઉનમાં જે જરૂરિયાતવાળી વસ્તુઓને છૂટ આપવામાં આવી છે, તેની જ આડમાં નશાના કારોબારને તસ્કરો અંજામ આપી રહ્યા છે.

  ઓટો ડ્રાઇવર તસ્કર હતો  નશાના કારોબારીઓને આ લૉકડાઉનમાં પણ પોતાની છટકબારીઓ શોધી લીધી છે. રાજ્યના પાટનગરમાં અફીણની તસ્કરી બેફામ થઈ રહી છે. જે પોલીસ માટે એક પડકાર છે. જોકે પોલીસ પણ ખૂબ પેટ્રોલિંગ કરી રહી છે. તેનું જ પરિણામ છે કે પોલીસને બુધવારે સફળતા હાથ લાગી. રાંચીમાં પોલીસે લોડિંગ રિક્ષામાંથી 9 બોરી ડોડા જપ્ત કર્યા છે. આ મામલામાં ઓટો માલકની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે ઓટો ચાલક પોતે જ તસ્કર છે.

  આ પણ વાંચો, લૉકડાઉનમાં ફસાયો હતો દીકરો, મુસ્લિમ પડોશીઓએ કર્યા હિન્દુના અંતિમ સંસ્કાર

  તડબૂચની આડમાં તસ્કરી

  ઝડપાયેલો તસ્કર જયકુમાર રાય રાંચીનો જ રહેવાસી છે. તેણે ઓટોમાં ડોડાના બોરાને તડબૂચની નીચે ઢાંકી રાખ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે કેટલા દિવસથી આ તસ્કરીમાં લાગેલો છે. નશાની ખેપને તેણે રાંચીના કયા-કયા વિસ્તારમાં ડિલીવર કરી છે તેની પણ તપાસ થઈ રહી છે. આરોપીએ જણાવ્યું કે તે નશાની આ ખેપને ખૂંટીના મુરહૂ વિસ્તારથી લઈને આવી રહ્યો હતો. ડોડાને રાંચીના જ વિભિન્ન હિસ્સામાં તેણે પહોંચાડવાનો હતો.

  (રિપોર્ટ- ઓમપ્રકાશ)

  આ પણ વાંચો, WHOએ આપી ચેતવણી, શક્ય છે કે કોરોના વાયરસ ક્યારેય ખતમ જ નહીં થાય!
  Published by:News18 Gujarati
  First published:May 14, 2020, 11:05 am