અફવા સાંભળી મહિલાએ રાખ્યું ‘કોરોના માઇ’નું વ્રત, તબિયત બગડતાં થયું મોત

અફવા સાંભળી મહિલાએ રાખ્યું ‘કોરોના માઇ’નું વ્રત, તબિયત બગડતાં થયું મોત
‘કોરોના માઇ’ માટે પૂજા કરતી મહિલાઓ (ફાઇલ તસવીર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે અફવા ફેલાઈ કે, કોરોનાના સંક્રમણથી બચવા માટે ‘કોરોના માઇ’નું વ્રત રાખવું જરૂરી છે

 • Share this:
  પલામૂ, ઝારખંડઃ પલામૂ જિલ્લાના પાંડૂમાં કોરોના વાયરસ સાથે જોડાયેલા અંધવિશ્વાસે એક મહિલાનો ભોગ લીધો છે. મળતી જાણકારી મુજબ, રવિવારે સિલદિલીના ટોલા સિકનીમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી બચવા માટે 20થી 25 મહિલાઓએ ‘કોરોના માઇ’નું વ્રત રાખ્યું હતું. વશિષ્ઠ પાસવાનની પત્ની વૈજયંતી દેવી (40)એ પણ વ્રત રાખ્યું હતું. આખા દિવસના ઉપવાસ બાદ સાંજે અચાનક વૈજયંતીની તબિયત બગડી ગઈ. પરિજનોએ જણાવ્યું કે તેમનું બલ્ડ પ્રેશર ઓછું થઈ ગયું હતું અને લકવાના પણ લક્ષણ જોવા મળ્યા હતા. પેટમાં દુખાવાની પણ ફરિયાદ હતી. સ્થિતિને ગંભીર જોતાં પરિજનો તેને સારવાર માટે મેદિનીનગર લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ રતનાગ ગામની પાસે વૈજયંતીનું મોત થઈ ગયું.

  PM મોદીના નામે ફેલાઈ અફવા  ઘટના રવિવાર રાત્રે લગભગ 9 વાગ્યાની છે. લોકોએ જણાવ્યું કે ગામમાં અફવા ફેલાઈ ગઈ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ‘કોરોના માઇ’નું વ્રત રાખવું જરૂરી છે. અને જે મહિલાઓ વ્રત રાખશે, તેમના ખાતામાં પૈસા મોકલવામાં આવશે. તેને લઈ સિકની ગામની 20થી 25 મહિલાઓએ વ્રત રાખ્યું હતું. પરંતુ આ ઉપવાસે વૈજયંતીનો જીવ લઈ લીધો.

  આ પણ વાંચો, કોરોનાથી મોત થતાં મેડિકલ સ્ટાફે મૃતદેહને સીધો કબરમાં ફેંકી દીધો, વીડિયો થયો વાયરલ

  પીડિતા મૂળે રતનાગની રહેવાસી હતી. પરંતુ સમગ્ર પરિવારની સાથે સિકનીમાં રહેતી હતી. અહીં ખેતીનું કામ કરતા હતા. મળતી મળ્યા બાદ પાંડૂ પોલીસે મૃતદેહને કબજામાં લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

  અંધવિશ્વાસથી બચવાનો આગ્રહ  પાંડૂ પોલીસ સ્ટેશનના પ્રભારી સમીર તિર્કીએ જણાવ્યું કે, પ્રથમ દૃષ્ટિએ લાગે છે કે મહિલાનું મોત બીમારીથી થયું છે. રવિવારે તેણે ઉપવાસ રાખ્યા હતા. મળતી માહિતી મુજબ તેણે ‘કોરોના માઇ’નું વ્રત રાખ્યું હતું. ઉપવાસના કારણે તેની તબિયત બગડી અને હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં તેનું મોત થઈ ગયું. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે લોકોને આગ્રહ કર્યો કે આ વૈશ્વિક મહામારીથી બચવા માટે કોઈ પ્રકારના અંધવિશ્વાસથી બચો. કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ચોક્કસ કરો.

  (રિપોર્ટ- નીલકમલ)

  આ પણ વાંચો, ખુલાસો! ઓગસ્ટમાં જ ફેલાયો હતો કોરોના, ચીને ડિસેમ્બર સુધી છુપાવીને રાખ્યું
  Published by:Mrunal Bhojak
  First published:June 09, 2020, 16:12 pm

  ટૉપ ન્યૂઝ