Home /News /eye-catcher /OMG! અંતરિક્ષમાં માત્ર 10 મિનિટ રહી Astronaut બનવા માંગે છે Jeff Bezos! અબજો રૂપિયા કર્યા ખર્ચ

OMG! અંતરિક્ષમાં માત્ર 10 મિનિટ રહી Astronaut બનવા માંગે છે Jeff Bezos! અબજો રૂપિયા કર્યા ખર્ચ

અંતરિક્ષયાત્રી

એમેઝોન (Amazon)ના ફાઉન્ડર જેફ બેઝોસ (Jeff Bezos) માત્ર થોડી મિનિટો માટે જ અંતરિક્ષમાં ગયા હતા. હવે તેઓ ઈચ્છે છે કે તેમનું નામ અવકાશયાત્રીઓ (Astronaut)માં સામેલ થાય.

કહેવાય છે કે જો વ્યક્તિ પાસે પૈસા હોય તો તે કંઈ પણ કરી શકે છે. આ વાત એમેઝોન (Amazon CEO)ના સીઈઓ જેફ બેઝોસ (Jeff Bezos)માં બંધ બેસે છે. તેમણે 2021માં ફક્ત તેની બાળપણની ઇચ્છા પૂરી કરવા માટે પોતાની જ કંપનીની એરસ્પેસમાં અવકાશમાં મુસાફરી કરી હતી. માત્ર 10 મિનિટ સુધી અંતરિક્ષમાં રહ્યા બાદ હવે તે અંતરિક્ષયાત્રી (Jeff Bezos wants to be called an astronaut) તરીકે પોતાનું નામ દાખલ કરવા માંગે છે.

ડેલી સ્ટારના એક અહેવાલ મુજબ જેફ બેઝોસ હવે ઇચ્છે છે કે સ્મિથસોનિયન એર એન્ડ સ્પેસ મ્યુઝિયમમાં અવકાશયાત્રી તરીકે તેમનું નામ નોંધવામાં આવે. તેમણે સ્મિથસોનિયનના એર એન્ડ સ્પેસ મ્યુઝિયમ (Smithsonian’s Air and Space Museum)ની નવી શાખાનું નામ લેવા માટે 15-20 અબજ રૂપિયા ખર્ચ કર્યા છે. હવે ફરી એકવાર ચર્ચા છે કે શું જેફ બેઝોસને ખરેખર સ્પેસ ટ્રાવેલર કહેવું જોઈએ?

50 વર્ષ સુઘી હશે બેઝોસ લર્નિંગ સેન્ટર
અહેવાલ અનુસાર, એક ડીલ થઈ છે જેના દ્વારા એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસનું નામ આગામી 50 વર્ષ સુધી સ્મિથસોનિયનના એર એન્ડ સ્પેસ મ્યુઝિયમમાં હાજર રહેશે. તેમના નામે અહીં બેજોસ લર્નિંગ સેન્ટર (Bezos Learning Center) ખોલવામાં આવશે.

આ પણ વાંચો: OMG! માત્ર 16 સેકન્ડ માટે ઉતાર્યું હતું Mask, શખ્સે ભરવો પડ્યો 2 લાખનો દંડ

આ સોદામાં મોરલ્સ ક્લોઝનો સમાવેશ થતો નથી જેથી કંપની પાસે નામકરણના અધિકારો છે અને તેઓ જ્યારે ઇચ્છે ત્યારે વિવાદિત નામો દૂર કરી શકે છે. આ નિર્ણય એક બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે, જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ છે.

આ પણ વાંચો: OMG! અચાનક સમુદ્ર કિનારે ‘પ્રગટ’ થયું વિશાળકાય જહાજ, ઝાડીઓમાં ફસાયેલું જોઈને ચોંકી ગયા લોકો

મ્યુઝિયમે આપી સફાઈ
જો કે આ વાતની ખબર પર મ્યુઝિયમે સ્પષ્ટતા આપી છે. ન્યૂયોર્ક પોસ્ટમાં તેમણે કહ્યું કે બેજોસે કોઇ પણ પ્રકારના નામકરણ અધિકારની માંગ કરી નથી. લર્નિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓને સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, આર્ટસ અને મેથ્સને લગતી બાબતો શીખવવામાં આવશે, જેથી તેઓ તેમાં પોતાની કારકિર્દી વધુ બનાવી શકે.

આ પણ વાંચો: OMG! ભૂત-પ્રેતની જેમ 22 કિમી લાંબો Island થઈ ગયો ગાયબ, હવે શોઘવાથી પણ નથી મળી રહ્યો

જોકે હજુ સુધી લર્નિંગ સેન્ટર પૂર્ણ થયું નથી, પરંતુ કરાર બાદ તરત જ આ સેન્ટરનું નામ બેઝોસના નામ પર રાખવામાં આવ્યું છે. જુલાઈ 2021માં, જેફ બેઝોસ તેમની પોતાની કંપની બ્લુ ઓરિજિનના વિમાન દ્વારા અવકાશની સપાટીથી 62 માઇલ ઉપર ગયા હતા.
First published:

Tags: Amazone, Jeff Bezos, OMG News, Shocking news, અજબગજબ