માણસ હવે પૃથ્વી બાદ અંતરિક્ષ (Human Colony in space)માં પણ વસાહતો બનાવવાના પ્રયત્નો કરી રહ્યો છે અને આ માટે તેની મહત્વાકાંક્ષા વધતી જ જાય છે. વૈજ્ઞાનિકો રોજબરોજ નવા-નવા રિસર્ચ કરી રહ્યા છે. આ દરમ્યાન લીડિંગ ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોન (Amazon)ના માલિક જેફ બેઝોસે (Jeff Bezos) એવો દાવો કર્યો છે કે જેનાથી આશ્ચર્ય થયા વગર ન રહે. બેઝોસનું કહેવું છે કે ભવિષ્યમાં મનુષ્યની વસાહતો અંતરિક્ષમાં હશે અને તેઓ રજા માણવા માટે ધરતી પર આવ્યા કરશે!
Blue Origin નામની રોકેટ મેકિંગ કંપનીના માલિક જેફ બેઝોસે દાવો કર્યો છે કે હવેથી 100-150 વર્ષ બાદ લોકો અંતરિક્ષમાં મોટા સિલીન્ડરોમાં આવજાવ કરશે અને ત્યાં ધરતી જેવો જ પ્રાકૃતિક માહોલ બનાવી લેશે. તેઓ ત્યાં બાળકોને જન્મ પણ આપશે અને ધરતી પર હોલીડે ડેસ્ટીનેશનની જેમ પહોંચશે. તેમણે વોશિંગ્ટનના Ignatius Forumમાં સ્પીચ આપતાં આવી અનોખી ભવિષ્યવાણી કરી છે, જે ખૂબ ચર્ચામાં આવી ગઈ છે.
અંતરિક્ષમાં હશે નદીઓ અને જંગલો
Jeff Bezosનું કહેવું છે કે મનુષ્ય અંતરિક્ષમાં પૃથ્વીની જેમ જ રહેવાલાયક વાતાવરણ બનાવી લેશે. ત્યાં નદીઓ, જંગલો અને જંગલી જાનવર પણ મળશે. બેઝોસના દાવા મુજબ અંતરિક્ષમાં લગભગ દસ લાખ લોકોના રહેવાની જગ્યા બનશે.
તેમણે કહ્યું, સદીઓ બાદ લોકો અંતરિક્ષમાં પેદા થશે અને એ તેમનું મૂળ ઘર હશે. તેઓ પોતાની વસાહતોમાં જન્મ લેશે અને ધરતી પર તેઓ એ રીતે ફરવા માટે આવશે, જેમ તેઓ હોલીડે માણવા બીજી જગ્યાએ જાય છે. 57 વર્ષીય બેઝોસની કંપની બ્લૂ ઓરિજિને (Blue Origin) અંતરિક્ષમાં મનુષ્યોને વસાવવાનો કોન્સેપ્ટ 2019ની સાલમાં જ રજૂ કર્યો હતો.
ગાર્ડિયન સાથે વાત કરતા જેફ બેઝોસે એ પણ જણાવ્યું કે, અંતરિક્ષમાં ના તો વરસાદ થશે અને ના તો ભૂકંપ આવશે. 1976માં વૈજ્ઞાનિક જેરાર્ડ ઓ નીલ (Gerard O'Neill) તરફથી પણ આવો જ કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે અબજો લોકો આવનારા સમયમાં સ્પેસમાં રહેશે. તેમનું માનવું હતું કે ધરતીની જેમ અન્ય ગ્રહો પર પણ જીવન શક્ય બની શકે છે. બેઝોઝ પણ આ કોન્સેપ્ટનું સમર્થન કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર