Home /News /eye-catcher /

99.9 પર્સેન્ટાઇલથી ટોપર નાખુશ, JEE મેઈનનો ટોપર 'સ્કોરને સુધારવા' માટે ફરીથી આપશે એન્જિનિયરિંગ એન્ટ્રન્સની પરીક્ષા!

99.9 પર્સેન્ટાઇલથી ટોપર નાખુશ, JEE મેઈનનો ટોપર 'સ્કોરને સુધારવા' માટે ફરીથી આપશે એન્જિનિયરિંગ એન્ટ્રન્સની પરીક્ષા!

JEE નો ટોપર 99.9 પરસેન્ટાઇલથી પણ નાખુશ

Joint Entrance Examination (JEE) Main 2022: દેશની ટોચની IITsમાંથી કોઈ એકમાં સીટ મેળવવા ઈચ્છે છે. તેણે કહ્યું હતું કે, “મને નાનપણથી જ એન્જિનિયરિંગનો શોખ હતો. મારો ધ્યેય ટોચની IITમાં પ્રવેશ મેળવવાનો છે

    મુંબઈ સ્થિત ચિન્મય મુરજાનીએ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) મેઈન 2022ના પ્રથમ સેશનમાં 99.956 પર્સેન્ટાઈલ મેળવ્યા છે અને તેણે ટોપર્સ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. જો કે, તે પોતાના સ્કોરથી સંતુષ્ટ નથી અને તે એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષામાં બીજીવાર આપવાનો છે.

    17 વર્ષીય વિદ્યાર્થીનું કહેવું છે કે તે વધુ સારો સ્કોર કરી શકે છે કે કેમ તે ચકાસવા માટે તે 21 જુલાઈથી યોજાનાર એન્જિનિયરિંગ પ્રવેશના બીજા સેશનમાં પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યો છે. તેણે News18.comને કહ્યું, "હું JEE મેઇન્સ બીજા સેશનની પરીક્ષા પણ આપીશ, કારણ કે તેનાથી હું મારો સ્કોર વધારી શકીશ.”

    તેણે 2020માં ધોરણ 10મા બોર્ડની પરીક્ષા પૂરી કર્યા પછી તરત જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હંમેશા એન્જિનિયરિંગ પ્રત્યે ઉત્સાહી ચિન્મય હવે JEE એડવાન્સ્ડને ક્રેક કરવાની અને દેશની ટોચની IITsમાંથી કોઈ એકમાં સીટ મેળવવા ઈચ્છે છે. તેણે કહ્યું હતું કે, “મને નાનપણથી જ એન્જિનિયરિંગનો શોખ હતો. મારો ધ્યેય ટોચની IITમાં પ્રવેશ મેળવવાનો છે."

    તેણે 10માની બોર્ડની પરીક્ષા પૂરી કર્યા પછી તરત જ JEE મેઈનની તૈયારી શરૂ કરી દીધી હતી. તેણે કહ્યું કે, “પરીક્ષાની તૈયારી કરતી વખતે મેં વિગતવાર નોટ્સ બનાવી અને મેં અભ્યાસ સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપ્યું. મેં અગાઉના ઘણા વર્ષોના પ્રશ્નપત્રો ઉકેલ્યા અને દર અઠવાડિયે બે-ત્રણ મોક ટેસ્ટનો આપવાનો પ્રયાસ કર્યો. તે સાથે જ મેં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં લાઇવ ડાઉટ સોલવિંગ ક્લાસમાં પણ હાજરી આપી હતી." ચિન્મયે અનએકેડમીમાં ઑનલાઇન કોચિંગ પસંદ કર્યું હતું.

    તેના પિતા આર્કિટેક્ટ છે, જ્યારે તેની માતા ગૃહિણી છે. તેની એક નાની બહેન પણ છે, જે 8મા ધોરણમાં અભ્યાસ કરે છે. ચિન્મયે તેનું ધોરણ 10 અને 12 બંને CBSE બોર્ડની રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. તેણે 10મા બોર્ડની પરીક્ષામાં 98 ટકા મેળવ્યા હતા અને તે તેના 12મા પરિણામની રાહ જોઈ રહ્યો છે.

    JEE મેઈન 2022 સેશન 2માં પરીક્ષા આપવાની યોજના માત્ર ચિન્મય જ નથી. રાજસ્થાનની નવ્યા હિસારિયા કે જેણે પ્રથમ સેશનમાં 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, તે પણ આગામી પરીક્ષામાં ભાગ લેવાની છે. ટોપર પ્રેક્ટિસ ખાતર JEE મેઇન 2022ના બીજા સેશનમાં પરીક્ષા આપવા માંગે છે. આ ટોપરે કહ્યું કે તે તેને તેના ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ્સના અભ્યાસમાં મદદ કરશે. જો આ વિદ્યાર્થીઓ બીજી ટર્મમાં ઓછા સ્કોર્સ મેળવે તો પણ નિયમો મુજબ, બે પરીક્ષાના શ્રેષ્ઠ સ્કોરને અંતિમ પરિણામમાં ગણવામાં આવશે.
    First published:

    Tags: Education News, IIT BOMBAY, JEE, JEE ADVANCED, Jee main, JEE MAIN 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन