Home /News /eye-catcher /Viral Video: વરરાજા અને દૂલ્હને JCBથી સ્ટેજ પર મારી એન્ટ્રી, અચાનક મશીન out of control થઈ ગયું
Viral Video: વરરાજા અને દૂલ્હને JCBથી સ્ટેજ પર મારી એન્ટ્રી, અચાનક મશીન out of control થઈ ગયું
અચાનક જેસીબીએ કન્ટ્રોલ ગુમાવી દેતાં વર-કન્યા નીચે પડી ગયા હતા. (Image- Facebook)
લગ્નની સીઝન (Wedding season 2021) જોરશોરથી ચાલી રહી છે એવામાં વેડિંગ સીઝનના ઘણાં વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં જેસીબી પર એન્ટ્રી મારતા કપલનો આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે
લગ્ન એ જીવનની એ ક્ષણ છે જે કોઇપણ વ્યક્તિના જીવનમાં એક જ વખત આવે છે. દરેક કપલ આ મોમેન્ટને સ્પેશ્યલ બનાવવાનો પ્રયત્ન કરે છે. પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે દુલ્હા-દુલ્હન ઘણી પ્લાનિંગ કરે છે, કંઈક હટકે આઇડિયા અપનાવે છે. ઘણી વખત આ ‘હટકે’ આઇડિયા કામ કરી જાય છે તો ક્યારેક તે ખરાબ રીતે ફ્લોપ પણ થઈ જાય છે. આવો જ એક ફ્લોપ આઇડિયાનો વિડીયો આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર વાયરલ (JCB Viral Video) થઈ રહ્યો છે. આ વિડીયોમાં વર-વધૂએ સ્ટેજ પર જેસીબીથી એન્ટ્રી (Bride-Groom Entry on JCB) મારી પણ પ્લાન ફ્લોપ થઈ ગયો.
વાયરલ થઈ રહેલા વિડીયોમાં લગ્નના સ્ટેજ પર જવા માટે વર-વધૂએ જેસીબીનો સહારો લીધો હતો. બંને આરામથી જેસીબીમાં બેઠાં હતા. ભીડ બંનેનું સ્વાગત કરવામાં લાગી હતી. પરંતુ અચાનક જેસીબી આઉટ ઓફ કન્ટ્રોલ થઈ ગયું અને બંને ધડામ દઈને નીચે પટકાયા. કહેવાય છે કે આ વિડીયો કપલના રિસેપ્શનમાં શૂટ કરવામાં આવ્યો હતો. તેને જોઈને કોઈ હસી પડ્યું, તો કોઈ તેમની પીડા સમજી ગયું.
આ મજેદાર વિડીયો ફક્ત 15 સેકન્ડનો છે જેમાં દુલ્હન સફેદ રંગના ડ્રેસમાં હતી અને દુલ્હો સૂટમાં હતો. વર જેસીબી પર બેસીને લોકોને થમ્સઅપ દેખાડતો જોવા મળ્યો. આ દરમ્યાન અચાનક જેસીબીએ કન્ટ્રોલ ગુમાવી દીધો. જોતજોતામાં હંસી-મજાકનો માહોલ બદલાઈ ગયો અને વર-કન્યા નીચે પડી ગયા. હવે આ વિડીયો સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે અને કપલ માટે ખરેખર આ મોમેન્ટ ‘યાદગાર’ બની ગઈ છે.
જણાવી દઈએ કે, આ દિવસોમાં આવા ઘણાં બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. કોરોનાનો કહેર સુસ્ત પડ્યા બાદ લગ્નની સીઝનમાં આ વખતે ઘણાં જોડા પરણી રહ્યા છે અને લગ્નજીવનની આ અત્યંત મહત્વની ક્ષણને ખાસ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.
લગ્નના આવા વિડીયોને લોકો બહુ પસંદ કરી રહ્યા છે. આ વિડિયોઝ મનોરંજન માટે શેર થઈ રહ્યા છે. જોકે, આ વિડીયો મજેદાર ઓછો અને દર્દનાક વધારે છે. આ વિડીયો ફેસબુકથી લઈને ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પોસ્ટ કરનારે લખ્યું છે કે, ‘જેસીબી વાળો ભૂલી ગયો કે તે લગ્નમાં આવ્યો છે!’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર