Home /News /eye-catcher /

જાપાનમાં અનોખી રીતે બનાવાયું મોનાલિસાનું સૌથી મોટું પેઇન્ટિંગ, જાણો શું છે ખાસ

જાપાનમાં અનોખી રીતે બનાવાયું મોનાલિસાનું સૌથી મોટું પેઇન્ટિંગ, જાણો શું છે ખાસ

આ પેઇન્ટિંગ એટલે ખાસ છે કારણ કે તેનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે.

આ પેઇન્ટિંગ એટલે ખાસ છે કારણ કે તેનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે.

    ટોક્યો- ઇટાલીના મહાન કલાકાર લિયોનાર્ડો દ વિન્ચીની વિશ્વ પ્રસિદ્ધ અમર કલાકૃતિ મોનાલિસા છે. વિન્ચીએ 1503 અને 1507 ની વચ્ચે ચિત્રકામ કર્યું હતું. લિયોનાર્ડોને આ ચિત્ર બનાવવા માટે ચાર વર્ષ લાગ્યા હતા. ત્યારથી, લિયોનાર્ડો દ વિન્ચીની પેઇન્ટિંગ, મોનાલિસાને તો વિશ્વ જાણે છે.

    સૌથી પ્રસિદ્ધ પેઇન્ટિંગ્સ પર, લોકો કેટલા ચિત્ર બનાવ્યા. પરંતુ આ સમયે આ પેઇન્ટિંગ એક ખાસ કારણોસર ચર્ચામાં છે. જાપાનના સોકા ટાઉને મોનાલિસાનું વિશ્વનું સૌથી મોટું ચિત્ર બનાવ્યું છે.

    આ પેઇન્ટિંગની સૌથી વધુ આશ્ચર્યજનક વાત તે છે કે તે 24 હજાર ચોખા ક્રેકરો (ચોખા ચિપ્સ) માંથી બનાવવામાં આવ્યુ છે. પેઇન્ટિંગને સોકા ગક્કાઇ (ધાર્મિક તહેવાર) ના વિશિષ્ટ કાર્યક્રમ હેઠળ 24 કલાકમાં 200 સ્થાનિક લોકોએ આ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યુ હતુ.



    ગિનિઝ બૂકમાં નામ નોધાયું
    મોનાલિસાનું આ પેઇન્ટિંગની લંબાઈ 13 મીટર છે અને પહોળાઈ 9 મીટર છે. આ પેઇન્ટિંગ એટલે વિશેષ છે કારણ કે તેનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે.

    એક મીડિયા રિપોર્ટમાં એવું નોંધાયું છે કે આ પેઇન્ટિંગ બનાવવા માટે 7 જુદા જુદા કલરની ચોખા ચિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    આ સિવાય, સોયા સોસ, ગ્રીન ટી અને ખાંડ વગેરેનો ઉપયોગ ફોટોને શેડ કરવા માટે પણ કરવામાં આવતો હતો, આ પેઇન્ટિંગને તમે ખાઈ પણ શકો છો.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Ajab Gajab, Japanese, Mona lisa, Using-24000-rice-crackers

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन