જાપાનમાં લોકો જાહેરમાં રડી રહ્યાં છે, જાણવા જેવું છે કારણ

દુનિયામાં જાપાનીઓને સૌથી વધુ મહેનતી માનવામાં આવે છે. અહીંનાં લોકો સૌથી ઓછી રજાઓ લે છે અને સૌથી વધુ કામ કરે છે. પણ આવી જ રીતે તેઓ સૌથી વધુ તણાવના શિકાર પણ બને છે.

News18 Gujarati
Updated: October 25, 2018, 7:15 AM IST
જાપાનમાં લોકો જાહેરમાં રડી રહ્યાં છે, જાણવા જેવું છે કારણ
દુનિયામાં જાપાનીઓને સૌથી વધુ મહેનતી માનવામાં આવે છે. અહીંનાં લોકો સૌથી ઓછી રજાઓ લે છે અને સૌથી વધુ કામ કરે છે. પણ આવી જ રીતે તેઓ સૌથી વધુ તણાવના શિકાર પણ બને છે.
News18 Gujarati
Updated: October 25, 2018, 7:15 AM IST
દુનિયામાં જાપાનીઓને સૌથી વધુ મહેનતી માનવામાં આવે છે. અહીંનાં લોકો સૌથી ઓછી રજાઓ લે છે અને સૌથી વધુ કામ કરે છે. પણ આવી જ રીતે તેઓ સૌથી વધુ તણાવના શિકાર પણ બને છે. કર્મચારીઓ સિવાય જાપાની વિદ્યાર્થીઓ પણ દુનિયામાં સૌથી વધુ તણાવગ્રસ્ત વિદ્યાર્થીઓમાં ગણવામાં આવે છે. એવામાં પોતાના નાગરિકોને તણાવમુક્ત રાખવા માટે જાપાન એક નવી ટ્રીક અપનાવી રહ્યું છે. અહીં લોકોનો તણાવ ભગાડવા માટે તેમને હસાવવાની જગ્યાએ તેમને રડાવવા માટે જોર અપાઈ રહ્યું છે. કંપનીઓ અને શાળા પોતાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એક દિવસ મોટાપાયે રડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. રોવાના ફાયદા બતાવવા માટે ખાસ પ્રકારના ‘ટીયર્સ ટીચર્સ’ એટલે કે આંસુ લાવનારા ટ્રેનરને પણ તૈયાર કરાઈ રહ્યા છે.

જાપાનની એક હાઇસ્કુલ ટીચર હિડેફુમી યોશિદા (43)એ પાંચ છ વર્ષ પહેલા રોવાથી થનારા ફાયદાઓ પર શોધ અને પ્રયોગ શરુ કર્યા. હવે તેમને જાપાનમાં ‘ટીયર્સ ટીચર્સ’ તરીકે ઓળખવામાં આવે છે. યોષિદાની જાપાની કંપનીઓ અને શાળાઓમાં ભારે માંગ છે. તેમને કંપનીઓ અને શાળાઓમાં રોવાના ફાયદા બતાવવા અને લોકોને રડાવવા માટે આમંત્રણ આપવામાં આવે છે.

તજજ્ઞો મુજબ શરીર ત્રણ પ્રકારના આંસૂ છોડે છે - પહેલું છે રિફ્લેક્સ. આ આંસુ ત્યારે બને છે જયારે આંખમાં કોઈ બહારનું કણ પડે છે. આ આંસુ કણને બહાર ફેંકવામાં મદદ કરે છે. બીજા હોય છે કોન્ટિનયૂએસ ટીયર્સ, આ આંસુ આપણી આંખોને નમણી રાખવામાં મદદ કરે છે. ત્રીજા હોય છે ઈમોશનલ ટીયર્સ, તે ભાવનાઓ સાથે જોડાયેલા હોય છે અને મનુષ્યના દુઃખી કે ખુશ થવા પર રિલીઝ થાય છે

રડવાને તણાવ સાથે સંબંધને લઈને 16 વર્ષ પહેલા 30 દેશમાં એક સર્વે થયો હતો. આ સર્વેમાં ભાગ લેનાર 60 ટકાથી વધુ લોકોએ માન્યું હતું કે તણાવથી લડવામાં રડવાનું તેમના માટે વધુ અસરકારક સાબિત થાય છે. ત્યાં જ દુનિયાના 70% મનોચિકિત્સક તણાવથી લડતા લોકોને રડવાની સલાહ આપે છે.
First published: October 24, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...