આ રોબોટ ડોલ્સ પર આવી ગયું જાપાનના પુરુષોનું દિલ

માસાયુકી રોબોટ ડોલ સાથેની તસવીર

જાપનના પુરુષો આર્ટિફિશિયલ ટેક્નોલોજી વાળી સિલિકોનથી બનેલી રોબોટ સેક્સ ડોલ્સને પોતાની જીવનસાથી બનાવી રહી છે.

 • Share this:
  જાપાનમાં મોટાભાગના પુરુષો એકલાતથી પરેશાન છે. મોટી સંખ્યામાં જાપાનના પુરુષો એકલતાને દૂર કરવા માટે અલગ અલગ પ્રયોગો કરી રહ્યા છે. જાપાનના પુરુષોએ એક નવો ઉપાય શોધી લીધો છે. જાપનના પુરુષો આર્ટિફિશિયલ ટેક્નોલોજી વાળી સિલિકોનથી બનેલી રોબોટ સેક્સ ડોલ્સને પોતાની જીવનસાથી બનાવી રહી છે. આવા પુરુષો રોબોટ સેક્સ ડોલ સાથે રહી રહ્યા છે. તેને પ્રેમ કરે છે. આ ડોલ્સની સાથે તેમની દિનચર્યા સામાન્ય યુવતીની સાથે પસાર થાય છે તેમ જ પસાર થાય છે. કંઇક આવી જ કહાની જાપાનના માસાયુકી ઓજાકીની છે. તો ચાલો જાણીએ માસાયુકીની કહાની..

  જાપાનમાં દર વર્ષે 2000થી વધારે સેક્સ ડોલ્સનું વેચાણ થાય છે. આ સંખ્યા દર વર્ષે વધી રહે છે. આ આર્ટિફિશિયલ મશીન સાથે પ્રેમની સ્વીકૃતી વધી રહી છે. જિંદગીના ખાલીપા અને એકલતાને દૂર કરવા માટે વૃદ્ધથી લઇને યુવા સુધી આ મશીસન સેક્સ ડોલ્સને ખરીદી રહ્યા છે.

  સેક્સ ડોલને પથારીમાં રાખતા માસાયુકી


  આ ડોલ્સની સૌથી વધારે ખાસિયત છે કે, આ ડોલ્સનું આબેહુબ સામાન્ય યુવતીઓ જેવું દેખાવ. એક રોબોટ સેક્સ ડોલની કિંમત આશરે 6000 ડોલર છે. આ ડોલ્સની આંગળીઓને હટાવાની સાથે તેના ચહેરાને પણ બદલી શકાય છે.

  પહેલી નજરમાં માસાયુકીને સેક્સ ડોલ સાથે પ્રેમ થઇ ગયો હતો


  વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ માસાયુકી પણ માયુ નામની રોબોટ સેક્સ ડોલની સાથે રહે છે. માસાયુકીનું કહેવું છે કે, તેઓ એકલાપણાથી ખુબ જ પરેશાન હતા. તેઓ એક દિવસે અચાનક એક શોરૂમમાં આ ડોલ્સ જોઇ. પહેલી નજરમાં જ આ ડોલ્સ સાથે પ્રેમ થઇ ગયો અને તેઓ તેને ખીદીને ઘરે લાવ્યા છે.
  Published by:Ankit Patel
  First published: