જાપાનના આ વ્યાપારીએ બે અબજ રૂપિયામાં ખરીદી એક માછલી

શનિવારે ટોક્યોમાં એક વિશાળ ટૂના માછલી ખરીદવા માટે લગભગ 2 અબજ 17 કરોડ રૂપિયા (3.1 મિલિયન ડોલર)ની મોટી રકમ ચુકવી છે.

News18 Gujarati
Updated: January 6, 2019, 7:34 AM IST
જાપાનના આ વ્યાપારીએ બે અબજ રૂપિયામાં ખરીદી એક માછલી
ટૂના માછલી સાથે કિયોશી કિમુરા
News18 Gujarati
Updated: January 6, 2019, 7:34 AM IST
જાપાનના એક સુશી વ્યાપારીએ શનિવારે ટોક્યોમાં એક વિશાળ ટૂના માછલી ખરીદવા માટે લગભગ 2 અબજ 17 કરોડ રૂપિયા (3.1 મિલિયન ડોલર)ની મોટી રકમ ચુકવી છે. આ તેનું પહેલું ન્યૂ ઈયર પ્રી-ડોન ઓક્શન હતું.

278 કિલોગ્રામની આ વિલુપ્તપ્રાય માછલીને જાપાનના ઉત્તરી તટથી પકડવામાં આવી હતી. આ માછલી માટે એક વખત બોલી લાગવાનું શરૂ થઈ તો, તે 333.6 મિલિયન યેન (3.1 મિલિયન ડોલર) પર જઈ રોકાઈ. સેલ્ફ સ્ટાઈલ ટૂના કિંગ કિયોશી કિમુરાએ આના માટે સૌથી ઊંચી બોલી લગાવી. તેમણે 2013ના પોતાના રેકોર્ડ 155 મિલિયન યેન કરતા બેઘણી બોલી લગાવી દુર્લભ ટૂના માછલી ખરીદી છે.

હરાજી બાદ સુશી રેસ્તરાં ચેનના માલિક ખુશીએ ખુશ થઈ કહ્યું કે, આ સૌથી સારી ટૂના છે. હું એક સ્વાદિષ્ટ, સુપર ફ્રેશ ટૂના ખરીદવા માટે સક્ષમ હતો. જોકે, આની કિંમત મારી ઉમ્મીદ કરતા વધારે હતી, પરંતુ મને યકીન છે કે, ગ્રાહક આ શાનદાર માછલીને ખાવાનું પસંદ જરૂર કરશે.

તમને જણાવી દઈએ કે, ત્સુકિજીને ઓક્ટોબરમાં ટોયસૂસમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી. રેસ્ટોરાં અને દુકાનોથી ભરેલી ત્સુકિજી પર્યટકોનું પ્રમુખ કેન્દ્ર છે. આ માછલી બજારની શરૂઆત 1935માં થઈ હતી અને આને ટૂના માછલીની પ્રી-ડોન હરાજી માટે જાણવામાં આવે છે.

નવા વર્ષની પહેલી સવાર અહીં હંમેશા શાનદાર રહી છે. આ અવસર પર મોટા રેસ્ટોરાં અને દુકાનોના માલિક સારી માછલીઓ પર મોટી કિંમત લગાવે છે. નવા વર્ષ પર લાગતી બોલી હંમેશા કરોડોમાં પહોંચી જાય છે.
First published: January 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर