ટોક્યો. જાપાન (Japan)માં કોઈએ એક યુવતીને પાણીમાં ડૂબતા જોઈ તો સમયસૂચકતા દર્શાવતા તરત જ ઇમરજન્સી સર્વિસ (Emergency Service)ને ફોન કરી દીધો. પરંતુ જ્યારે યુવતીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી તો તેને જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ. મૂળે, તે યુવતી નહોતી પરંતુ સેક્સ ડૉલ (Sex Doll) હતી. તેને જાપાનમાં ડચ વાઇફ (Dutch Wives) કહેવામાં આવે છે. હાલ, આ ડૉલને પાણીમાં ફેંકનારા વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે.
જાપાની યૂટ્યૂબર અનાકા સૂકી (Tanaka Natsuki) હકિનો દરિયાકાંઠે શૂટ કરી રહી હતી. આ દરમિયાન તેણે પાણીમાં એક બોડી જેવું કંઈક જોયું. આ દરમિયાન કોઈએ પોલીસને યુવતી ડૂબવાની જાણ કરી દીધી. જ્યાં સુધીમાં અનાકા કંઈ સમજે તે પહેલા જ ઘટનાસ્થળે પોલીસ, ફાયર ફાઇટર્સ અને પેરામેડિકલ સ્ટાફ પહોંચી ગયો.
પાણીમાં ડૂબતી એ બોડીને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે કે કોઈ યુવતી છે. પરંતુ જેવી બોડીને બહાર કાઢવામાં આવી તો દરેક લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા. કારણ કે હકીકતમાં તે એક રબરની સેક્સ ડૉલ હતી.
અનાકા સૂકીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે, જ્યારે હું મારો ફિશિંગ વીડિયો શૂટ કરી રહી હતી તો મને લાગ્યું કે કોઈ લાશ તણાઈને આવી છે, પરંતુ તે એક ડચ વાઇફ હતી. એવું લાગે છે કે કોઈને ગફલત થઈ ગઈ અને તેણે અધિકારીઓને ફોન કરી દીધો. તેથી પોલીસ, ફાયર ટ્રક અને એમ્યુ દલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સારી બાબત એ છે કે તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી! સોશિયલ મીડિયા (Social Media) પર સેક્સ ડૉલના Rescueનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર