દરરોજ માત્ર 30 મિનિટ જ ઊંઘે છે આ યુવાન, 12 વર્ષો સુધી ટ્રેનિંગ લીધા બાદ ઓછી ઊંઘની આદત પડી

તંદુરસ્ત જીવન માટે દરરોજ 8 કલાક (8 hours sleep)ની ઊંઘ જરૂરી હોવાનું કહેવાય છે (પ્રતિકાત્મક તસવીર)

ajab gajab news- માત્ર 30 મિનિટ જ ઊંઘતા વ્યક્તિની વાત સાંભળી અનેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા, એક ન્યૂઝ ચેનલે તેમના દાવાની ચકાસણી કરવા માટે તેમના પર ખાસ શો કર્યો

  • Share this:
તંદુરસ્ત જીવન માટે દરરોજ 8 કલાક (8 hours sleep)ની ઊંઘ જરૂરી હોવાનું કહેવાય છે. ઘણા લોકો 12થી 14 કલાક જેટલું સુવે છે. ઘણા લોકોને ખૂબ જ વહેલા ઉઠી જવાની ટેવ હોય છે. સુવા બાબતે મોટાભાગના લોકોની આદતો સમાન જ હોય છે. પરંતુ તાજેતરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવાન માત્ર 30 મિનિટ જ ઊંઘતો હોવાના (Man sleeps for 30 minutes) અહેવાલ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે કોણ છે તે વ્યક્તિ અને શા માટે આવું કરે છે? તે જાણવા માટે લોકોમાં ઘણી ઉત્કંઠા જોવા મળે છે. જેથી અહીં તે માહિતી આપવામાં આવી છે.

જાપાન (Japan)માં રહેતા 36 વર્ષીય ડાઈસુકે હોરી (Daisuke Hori) ખૂબ ઓછું ઊંઘવા માટે પોતાની જાતને ટ્રેઇન કરી છે. હવે તેઓને ઓછી ઊંઘની આદત પડી ગઈ છે. જેથી તેઓ થાકતા પણ નથી.

ઉલ્લેખનીય છે કે, ડાઈસુકે જાપાન શોર્ટ સ્લીપર એસોસિએશન (Short Sleepers Association)ના ચેરમેન છે અને તેઓ અન્ય લોકોને પણ ઓછું ઊંઘવાની તાલીમ આપે છે. તેઓનું કહેવું છે કે, સમય ઓછો હોવાના કારણે અનેક કામ થઈ શકતા નથી. જેથી તેઓ આખા દિવસના સમયનો યોગ્ય ઉપયોગ કરવા માત્ર 30 મિનિટ જ સુએ છે.

આ પણ વાંચો - એક બે નહીં, અલગ અલગ 25 પુરુષો સાથે ભાગી ગઈ પત્ની, છતાં સ્વીકારવા તૈયાર છે પતિ

ન્યૂઝ ચેનલે લીધો ટેસ્ટ

માત્ર 30 મિનિટ જ સુતા વ્યક્તિની વાત સાંભળી અનેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. એક ન્યૂઝ ચેનલે તેમના દાવાની ચકાસણી કરવા માટે તેમના પર ખાસ શો કર્યો હતો. જેમાં ડાઈસુકે પર 3 દિવસ કેમેરાથી નજર રાખવામાં આવી હતી. જેમાં ચેનલને જાણવા મળ્યું કે, તેઓ 3 દિવસમાં ફક્ત 30 મિનિટ જ સૂતા હતા. ચેનલનું કહેવું છે કે, તેમણે ખૂબ તાલીમ થકી પોતાની ઊંઘને 30 મિનિટ સુધી મર્યાદિત કરી છે.

ડાઈસુકેની દિનચર્યા

ડાઈસુકે દરરોજ સવારે 8 કલાકે જીમ જાય છે. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ પુસ્તક વાંચવા અને સાપ્તાહિક કોલમ લખવા સહિતની કામગીરી કરે છે. ત્યારબાદ તેઓ વીડિયો ગેમ્સ રમે છે અને મિત્રો સાથે સમય વિતાવવા માટે બહાર જાય છે. ડિનરથી પરત ફર્યા બાદ તે યુટ્યુબ ચેનલ માટે વીડિયો બનાવે છે. જેમાં તેઓ લોકોને ઓછી ઊંઘ લેવાની તાલીમ આપે છે અને પછી લગભગ 2 વાગ્યે ઊંઘી જાય છે. શોના મત મુજબ તેઓ માત્ર 26થી 30 મિનિટ સૂવે છે અને એલાર્મ વિના ઉઠી જાય છે. ત્યારબાદ મિત્રો સાથે સર્ફિંગ કરવા જાય છે. ત્યાંથી તે ફરીથી ઘરે આવે છે અને પછી 8 વાગ્યે જીમ જાય છે.

મિત્રો પણ ખૂબ ઓછું સુવે છે

તેના મિત્રો પણ તેમની જેમ ઓછું સુવે છે. તેથી તેઓ સાથે હરેફરે છે. તેમનું કહેવું છે કે, જ્યારે તે ઓછું સુવાની તાલીમ લેતા હતા ત્યારે તેઓ ખૂબ કોફી પિતા હતા. કોફીમાં કેફીન હોય છે. જે ઊંઘ ઘટાડે છે.
First published: