Home /News /eye-catcher /ગજબ! દુનિયાની પહેલી એવી બસ, જે રસ્તા પર ચાલશે અને પાટા પર પણ દોડશે
ગજબ! દુનિયાની પહેલી એવી બસ, જે રસ્તા પર ચાલશે અને પાટા પર પણ દોડશે
: જાપાનમાં દુનિયાની પહેલી એવી ગાડી આવી છે, જેની ક્ષમતા સડક ઉપરાંત રેલવે ટ્રેક પર પણ દોડવાની છે. (Image credit- pipanews.com)
World’s First Dual Mode Vehicle: જાપાનમાં દુનિયાની પહેલી એવી ગાડી આવી છે, જેની ક્ષમતા સડક ઉપરાંત રેલવે ટ્રેક પર પણ દોડવાની છે. આવતા મહિનાથી જ આ બસ જાપાનમાં લોકો માટે દોડાવવામાં આવશે.
Dual Mode Vehicle: તમે જેમ્સ બોન્ડ સિરીઝ (James Bond Series) ની ફિલ્મો જોઈ જ હશે, જેમાં ઘણા બધા હાઈ-ટેક વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, જે પાણીમાં તરી શકે છે અને હવામાં પણ ઉડી શકે છે. જો કે, એવું વાહન ક્યારેય જોવા મળ્યું નથી કે જે રોડ પર તેમજ રેલ્વેના પાટા પર દોડી શકે. હવે આ સપનું સાકાર કર્યું છે જાપાને. અહીં એક એવી બસ બનાવવામાં આવી છે, જે માત્ર રોડ પર જ નહીં પરંતુ રેલવે ટ્રેક પર પણ દોડી શકશે. આવતા મહિનાથી જ આ બસ જાપાનમાં લોકો માટે દોડાવવામાં આવશે.
જાપાનમાં દુનિયાની પહેલી એવી ગાડી (World’s First Dual Mode Vehicle) બનાવવામાં આવી છે, જેની ક્ષમતા સડક ઉપરાંત રેલવે ટ્રેક પર પણ દોડવાની છે. આ એક એવી બસ હશે, જે સડક અને ટ્રેક (Vehicle accelerates both on track and road) પર આરામથી ચાલશે. પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે ટોક્યો ઓલમ્પિક સુધી બસનું સંચાલન શરુ થઈ જશે પણ હવે આ બસ ક્રિસમસ પર લોકો માટે શરુ કરવામાં આવશે તેવી યોજના છે,
બસનો શરૂઆતી ટ્રાયલ સફળ થયા બાદ સરકાર તેને બે રાજ્યો વચ્ચે ચલાવવાની પ્લાનિંગ કરી રહી છે. દુનિયામાં તે આ પ્રકારનું પહેલું વાહન છે. તેનું સંચાલન જાપાનની કંપની એસા સીસાઇડ રેલવે કરી રહી છે. શરૂઆતમાં બસને કેઈઓ, ટોકૂમિશા, મુરોતો અને કોચી વચ્ચે ચલાવવામાં આવશે. ડ્યુઅલ મોડ વ્હીકલનો રુટ એવો બનાવવામાં આવ્યો છે કે તે સડક અને રેલવે ટ્રેક, બંને પર ચાલે. આ વાહનની શરૂઆત ક્રિસમસ પર શિકોકુથી કરવામાં આવશે.
ડ્યુઅલ મોડ વ્હીકલ (Dual Mode Vehicle)ના રૂટ પ્રમાણે તે 6 કિલોમીટરના રોડ અને 10 કિલોમીટરના રેલવે ટ્રેક પર દોડશે. જાપાની મીડિયા અનુસાર, આવા વાહનને તૈયાર કરવા માટે માઇક્રોબસમાં જ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં આવા પૈડા લગાવવામાં આવ્યા છે, જે રેલવે ટ્રેક પર ચાલવા માટે યોગ્ય છે. જ્યારે બસને રસ્તા પર ચલાવવાની હોય છે, ત્યારે આ પૈડા ઉપરની તરફ ઉંચકાય છે અને સામાન્ય રીતે બસ ટાયરની મદદથી ચાલવા લાગે છે. એ જ રીતે, જ્યારે જરૂર પડે ત્યારે વ્હીલ્સને સ્વિચ કરી શકાય છે.
બસમાં કુલ 18 મુસાફરોના બેસવાની ક્ષમતા છે. આ બસ રૂટ પ્રમાણે સ્વિચ કરી શકતી હોવાથી લોકો તેમાં બેસવા માટે ઉત્સાહિત થશે. ક્રિસમસથી તેની સત્તાવાર શરૂઆત પછી તે દરરોજ તેના રૂટ પર 13 ફેરા કરશે. આ સ્પેશિયલ બસમાં મુસાફરી કરવા માટે લોકોએ તેમની ટિકિટ અગાઉથી બુક કરાવવી પડશે, જે ઓનલાઈન રિઝર્વેશન હેઠળ થઈ શકશે. જાપાનીઝ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને ડેમો વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર