39 વર્ષીય પતિએ મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેણીએ તેની પત્ની સાથે સજાતીય સંબંધ બાંધ્યા છે. પતિના જણાવ્યા અનુસાર મહિલા તેની પત્નીને એક ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી હતી .
નવી દિલ્હી: આજકાલ આપણે ચોતરફ અનેક અજીબો-ગરીબ કિસ્સાઓ જોઈએ છીએ. જાપાનના ટોક્યોમાં પણ ગઈકાલે આજ પ્રકારનો એક કિસ્સો આમે આવ્યો છે. એક મહિલાએ અન્ય એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતા જાપાન (Japan)ની સ્થાનિક અદાલતે બીજી મહિલાના પતિને 1 લાખ 10 હજાર યેન એટલે કે 70,000 રૂપિયા દંડ પેટે આપવા આદેશ કર્યો છે. મહિલાના પતિએ કોર્ટમાં દાવો કર્યો હતો કે બીજી મહિલાએ તેની પત્ની સાથે શારીરિક સંબંધ (Sex) બાંધ્યા હતા. અહેવાલ મુજબ પતિ-પત્ની 7 વર્ષથી એકબીજાની સાથે હતા. બંનેએ અમેરિકામાં લગ્ન કર્યા હતા અને સંતાન અંગે પણ ચર્ચા ચાલી રહી હતી.
39 વર્ષીય પતિએ મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેણીએ તેની પત્ની સાથે સજાતીય સંબંધ બાંધ્યા છે. પતિના જણાવ્યા અનુસાર મહિલા તેની પત્નીને એક ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી હતી અને મિત્ર બનીને સંબંધ બાંધ્યો હતો. 37 વર્ષીય મહિલા આરોપી અન્ય એક મહિલા, જે એક વ્યક્તિની પત્ની છે તેની સાથે દુષ્કર્મના આક્ષેપમાં દોષી સાબિત થઈ અને કોર્ટે મહિલાને પીડિતાના પતિને 1.10 લાખ યેન ચૂકવવાનું કહ્યું છે.
આરોપી મહિલાએ કોર્ટમાં કહ્યું હતું કે, તેના આ સજાતીય પગલાથી બીજી મહિલા અને તેના પતિના લગ્નને નુકસાન નથી થયું અને કોઈ દગાખોરી નથી થઈ. કોર્ટે દલીલ માન્ય રાખી હતી પરંતુ, શાંતિ ભંગ કરવા બદલ પીડિત પતિને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
અમુક વર્ષો પહેલાં જાપાનની જ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સમલૈંગિક યુગલોને લગ્ન કરવાની મંજૂરી ન આપવી ગેરબંધારણીય છે. જોકે, જાપાનની એક અદાલતે તાજેતરમાં જ સમલૈંગિક યુગલોના લગ્નને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. કોર્ટના આ નિર્ણયથી સમલૈંગિક દંપતીઓને હાલ એકલવાયું અને ગુમનામ જીવન જીવવા મજબૂર થવું પડી રહ્યું છે. Asahi Shimbunના એક સાપ્તાહિક ઓપિનિયન પોલમાં જાણવા મળ્યું છે કે 65% લોકોએ કોર્ટના ચુકાદાને ટેકો આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર