Home /News /eye-catcher /Bullet Train to Moon: જાપાનની બુલેટ ટ્રેન જશે ચંદ્ર સુધી, રચાશે પૃથ્વી જેટલું જ ગુરુત્વાકર્ષણ

Bullet Train to Moon: જાપાનની બુલેટ ટ્રેન જશે ચંદ્ર સુધી, રચાશે પૃથ્વી જેટલું જ ગુરુત્વાકર્ષણ

આ ટ્રેન પહેલા ચંદ્ર પર જશે. આમાં જો સફળતા મળશે તો બાદમાં તેને મંગળ સુધી લઇ જવામાં આવશે . (Credits: Shutterstock)

Japan Bullet Train Moon - કાચની એક એટલી મોટી કૉલોની હશે જેમાં માણસો રહેશે. આ કૉલોની ચંદ્ર અને મંગળ પર બનાવવામાં આવશે. તેમાંથી બહાર જવા માટે તમારે સ્પેસસુટ પહેરવો પડશે.પરંતુ અંદર રહેવા માટે કદાચ ન પહેરવો પડે

જાપાન (Japan)બહુ મોટી યોજના પર કામ કરવા જઈ રહ્યું છે. તે પૃથ્વી પરથી બુલેટ ટ્રેન (Bullet Train)દોડાવશે, જે લોકોને ચંદ્ર (Moon)પર લઈ જશે. આ ટ્રેન પહેલા ચંદ્ર પર જશે. આમાં જો સફળતા મળશે તો બાદમાં તેને મંગળ સુધી લઇ જવામાં આવશે. આ સિવાય મંગળ પર ગ્લાસ હેબિટેટ બનાવવાની પણ યોજના છે. એટલે કે, મનુષ્યો કૃત્રિમ અવકાશમાં વસવાટ કરશે, જેનું વાતાવરણ પૃથ્વી જેવું જ રચવામાં આવશે.

આર્ટિફિશિયલ સ્પેસ હેબિટેટમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે એવું ગુરુત્વાકર્ષણ અને વાતાવરણ હોય કે જેથી મનુષ્યના સ્નાયુઓ અને હાડકાં નબળા ન પડે. સામાન્ય રીતે ઓછી ગુરુત્વાકર્ષણવાળી જગ્યાએ સ્નાયુઓ અને હાડકાં નબળા પડી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકા ફરી ચંદ્ર પર જઈ રહ્યું છે,ચીન મંગળની શોધ કરી રહ્યું છે. રશિયા અને ચીન સંયુક્ત રીતે ચંદ્ર પર જવા માટે સંયુક્ત મિશનની યોજના બનાવી રહ્યા છે. ત્યારે, જાપાને બુલેટ ટ્રેન અને કૃત્રિમ હેબિટેટની યોજના બનાવી લીધી છે. આ રીતે, માનવી માટે ટૂંક સમયમાં અન્ય ગ્રહ પર જઈને રહેવું સરળ બનશે.

આ સદીના અંત સુધીમાં ચંદ્ર અને મંગળ પર જઈને રહી શકશે માણસ


કાચની એક એટલી મોટી કૉલોની હશે જેમાં માણસો રહેશે. આ કૉલોની ચંદ્ર અને મંગળ પર બનાવવામાં આવશે. તેમાંથી બહાર જવા માટે તમારે સ્પેસસુટ પહેરવો પડશે.પરંતુ અંદર રહેવા માટે કદાચ ન પહેરવો પડે. પરંતુ અહીં સ્નાયુઓ અને હાડકાં એટલા નબળા નહીં પડી જાય જેટલા ખુલ્લામાં રહેવાથી થયા હોત. અહીં બાળકો પેદા કરવા કેટલું મુશ્કેલ હશે તે કહેવું શક્ય નથી, કારણ કે અત્યાર સુધી આ કામ અંતરિક્ષમાં થયું નથી. વૈજ્ઞાનિકોને અપેક્ષા છે કે 21મી સદીના ઉત્તરાર્ધમાં મનુષ્ય ચંદ્ર અને મંગળ પર રહેવાનું શરૂ કરશે.

આ પણ વાંચો - માનવ પેટમાં રોજ બને છે 2 લિટર એસિડ, ઓગળી શકે છે ધાતુ! તો શા માટે મનુષ્યોને નથી પહોંચાડતું નુકસાન?

ક્યોટો યુનિવર્સિટી અને કાજીમા કન્સ્ટ્રક્શન ઘડી રહ્યું છે આ યોજના


તેનું આયોજન ક્યોટો યુનિવર્સિટી અને કાજીમા કન્સ્ટ્રક્શન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. કાચની શંકુ આકારની રહેવાની વ્યવસ્થા હશે. જેમાં કૃત્રિમ ગુરુત્વાકર્ષણ હશે. જાહેર પરિવહનની વ્યવસ્થા કરવામાં આવશે. બાગ બગીચા હશે. નદીઓ અને પાણીના સ્ત્રોત હશે. એ દરેક વસ્તુ હશે જે મનુષ્યને જીવવા માટે જરૂરી છે. આ ઇમારત લગભગ 1300 ફૂટ લાંબી હશે.તેનો પ્રોટોટાઈપ વર્ષ 2050 સુધીમાં તૈયાર થઈ જશે. આખરી વર્ઝન બનાવવામાં લગભગ એક સદી લાગી શકે છે.

કોલોનીનું નામ- લુનાગ્લાસ અને માર્સગ્લાસ, હેક્સાટ્રેક પર ચાલશે ટ્રેન


ચંદ્ર પરની ગ્લાસ કોલોનીનું નામ લુનાગ્લાસ અને મંગળ પરની કોલોનીનું નામ માર્સગ્લાસ રાખવામાં આવશે. આ સિવાય ક્યોટો યુનિવર્સિટી અને કાજીમા કન્સ્ટ્રક્શન મળીને સ્પેસ એક્સપ્રેસ નામની બુલેટ ટ્રેન બનાવવા જઈ રહ્યા છે. જે પૃથ્વી પરથી ચંદ્ર પર થઈને મંગળ પર જશે. તે ઇન્ટરપ્લેનેટરી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ (Interplanetary Transportation System) હશે. જેને હેક્ઝાટ્રેક નામ આપવામાં આવ્યું છે.

મેગલેવ ટ્રેન ટેક્નોલોજીના આધારે હેક્સાકેપ્સ્યુલ્સ અવકાશમાં ચલાવવામાં આવશે


હેક્સાટ્રેક લાંબા અંતરની અવકાશ યાત્રામાં પણ 1G ની ગુરુત્વાકર્ષણ જાળવી રાખશે. જેથી મુસાફરો લાંબા સમય સુધી ગુરુત્વાકર્ષણની ઉણપ સહન ન કરવી પડે. હેક્સાકેપ્સ્યુલ્સ હેક્સાગોનલ શેપમાં હશે. આ 15 મીટર લાંબા મિની કેપ્સ્યુલ્સ હશે.આ સિવાય 30 મીટર લાંબા મોટા કેપ્સ્યુલ પણ હશે. જે ચંદ્ર અને મંગળ પર જશે. તેઓ પૃથ્વી પરથી ચંદ્રના માર્ગે મંગળ પર જશે. કેપ્સ્યુલ્સ ઈલેક્ટ્રોમેગ્નેટિક ટેક્નોલોજી પર ચાલશે. જેમ જર્મની અને ચીનમાં મેગલેવ ટ્રેન ( Maglev Train) દોડે છે.

પૃથ્વી પર ટેરા સ્ટેશન બનશે, જેમાંથી સ્પેસ એક્સપ્રેસ લોન્ચ થશે


દરેક કેપ્સ્યુલ રેડિયલ સેન્ટ્રલ એક્સિસ પર ચાલશે. એટલે કે ચંદ્રથી મંગળ પર જવા માટે 1G ગુરુત્વાકર્ષણ જળવવામાં આવશે. પૃથ્વી પર બનાવવામાં આવનાર ટ્રેક સ્ટેશનનું નામ ટેરા સ્ટેશન હશે. તે સ્ટાન્ડર્ડ ગેજ ટ્રેક પર ચાલશે. જેમાં છ કોચ હશે. જેને સ્પેસ એક્સપ્રેસ નામ આપવામાં આવશે. પહેલા અને છેલ્લા કોચમાં રોકેટ બૂસ્ટર લગાવવામાં આવશે.જે તેમને આગળ-પાછળ ખસેડવામાં મદદ કરશે. જેથી અવકાશમાં ઝડપ વધારી કે ઘટાડી શકાય. તેમજ તેઓ પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ અનુસાર કાર્ય કરી શકશે.
Published by:Ashish Goyal
First published:

Tags: જાપાન, બુલેટ ટ્રેન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन