Home /News /eye-catcher /

જનતા કર્ફ્યૂઃ પંડિતજીએ કહ્યું- જજમાન ઘરે નહીં આવું, Online પૂજા કરાવી હોય તો બોલો

જનતા કર્ફ્યૂઃ પંડિતજીએ કહ્યું- જજમાન ઘરે નહીં આવું, Online પૂજા કરાવી હોય તો બોલો

પંડિતજીએ કહ્યું, Video Call દ્વારા હું આપના સંપર્કમાં રહીશ, અહીંથી મંત્ર બોલીશ અને ત્યાં પૂજા વિધિ કરતાં રહેજો

પંડિતજીએ કહ્યું, Video Call દ્વારા હું આપના સંપર્કમાં રહીશ, અહીંથી મંત્ર બોલીશ અને ત્યાં પૂજા વિધિ કરતાં રહેજો

  અનૂપ કુમાર મિશ્ર, ગ્રેટર નોઇડાઃ કોરોના વાયરસ (Coronavirus) ના વધતા સંક્રમણને રોકવા માટે પીએમ મોદી (Prime Minister Narendra Modi) એ 22 માર્ચે એટલે કે  આવે જનતા કર્ફ્યૂ (Janta Curfew) નું આહ્વાન કર્યું છે. વડાપ્રધાનના આ આહ્વાને ગ્રેટર નાઇડામાં રહેતા દીપક જૈનને અસમંજસમાં મૂકી દીધા. દીપક જૈન સજાગ નાગરિકની જવાબદારી નિભાવતા જનતા કર્ફ્યૂમાં પ્ણ સામેલ થવા માંગતા હતા અને પોતાના દીકરાની ભાવનાઓને પણ ઠેસ નહોતા પહોંચાડવા માંગતા. એવામાં તેમની મદદ અત્યાધુનિક સંચાર પ્રણાલીએ કરી. દેશમાં વિકસિત થયેલી સંચાર પ્રણાલી દ્વારા દીપક જૈને પોતાનું સામાજિક જવાબદારી નિભાવી ઉપરાંત દીકરાની ઈચ્છાને પણ પૂરી કરી દીધી.

  મૂળે, ગ્રેટર નોઇડા વેસ્ટ સ્થિત હિમાલય પ્રાઇડ સોસાયટીમાં દીપક જૈન પોતાના પરિવારની સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની અનુરાધા જૈન, દીકરો અનુદીપ જૈન અને દીકરી શિપ્રા જૈન છે. 22 માર્ચે અનુદીપ જૈન પોતાના જીવનના 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હતો. જેથી દીપક જૈને એક થીમ બેઝ્ડ ગ્રાન્ડ પાર્ટીની તૈયારી કરી હતી. પાર્ટી માટે હોટલ અને કેટરરનું બુકિંગ થઈ ગયું હતું ઉપરાંત સગા-વહાલા અને મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તૈયારીઓ અંતિમ ચરણમાં હતી, આ દરમિયાન કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે.

  સરકારે પાર્ટીના આયોજન સહિત એક સ્થળે વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવી દીધો. સરકારના આ આદેશ બાદ હોટલમાં યોજાનારી પાર્ટી કેન્સલ થઈ ગઈ પરંતુ દીપક જૈનના મગજમાં હજુ પણ દીકરાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે કંઈક ચાલી રહ્યું હતું. નવી યોજના તૈયાર થઈ. નવી યોજના હેઠળ હવે ઘરમાં સવારે સત્યનારાયણ ભગવાનની પૂજા અને હવન કરાવવાનું નક્કી કર્યું. બીજી તરફ સાંજે નજીકના સંબંધીઓ અને દોસ્તોની સાથે ડિનર નક્કી થયું. હવે નવેસરીથી તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પીએમ મોદીએ જનતા કર્ફ્યૂની જાહેરાત કરી દીધી.

  તેના કારણે દીપક જૈને ડિનર કેન્સલ કરી દીધું. હવે માત્ર સવારે સત્યનારાયણ ભગવાનની કથા અને હવન પર વાત નક્કી થઈ. પૂજાને લઈને તમામ તૈયારીઓ થઈ ગઈ. ત્યારે બીજો ધડાકો થયો જ્યારે આવનારા પંડિતજીએ 21 માર્ચની સાંજે દીપક જૈનને ફોન કરીને કહ્યું કે જજમાન વડાપ્રધાનજીએ જનતા કર્ફ્યૂની જાહેરાત કરી છે અને હું કોઈ પણ કિંમતે તેમના આ આગ્રહને ફગાવી ન શકું.

  આ પણ વાંચો, BSNLની મોટી ગિફ્ટ, એક મહિના માટે ગ્રાહકોને મફતમાં મળી રહ્યું છે ઇન્ટરનેટ!

  પંડિતજીએ કહ્યું કે, મેં 22 માર્ચના તમામ પૂજા-હવન કાર્યક્રમોને રદ કરી દીધા છે. પંડિતજીએ ભારપૂર્વક કહ્યું કે હું આપનો કુળ પુરોહિત છું, જેથી આપને એવો આદેશ પણ આપું છું કે તમે કોઈ પણ રીતે બીજા પંડિતને પૂજા-હવન માટે ન બોલાવતા. લગભગ નિરાશ થઈ ચૂકેલા દીપક જૈને પંડિતજીને કહ્યું કે, પંડિતજી કોઈ ઉપાય જણાવો. તો પંડિતજીએ કહ્યું કે, જજમાન, ઉપાય તો છે. તમે ઓનલાઇન પૂજા કરાવી શકો છો. તેઓએ કહ્યું કે વીડિયો કોલ દ્વારા હું આપના સંપર્કમાં રહીશ. હું અહીંથી મંત્ર બોલીશ અને ત્યાં વિધિ કરતાં રહેજો.

  આ પણ વાંચો, ખુશખબર! આ નવો ટેસ્ટ માત્ર 45 મિનિટમાં જણાવી દેશે કે તમને કોરોના સંક્રમણ છે કે નહીં

  પંડિતજીના આ ઉપાયથી દીપક જૈનના ચહેરા પર સ્મિત આવી ગયું. અંતે હવે 22 માર્ચ આવી ગઈ. ઘરમાં પૂજાની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ. સવારે 10 વાગ્યે પંડિતજી ઓન લાઇન પ્રગટ થઈ ગયા. ઓન લાઇન પૂજા શરૂ થઈ. વીડિયો કોલમાં પધારેલા પંડિતજીએ પૂજા, કથા અને હવન ઓનલાઇન કરાવી દીધા. આ રીતે, પંડિતજીએ જનતા કર્ફ્યૂનું પાલન કરી સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી અને ઓનલાઇન કથા કરીને પોતાના જજમાનનું મન પણ રાખી દીધું.

  આ પણ વાંચો, Work from Home માટે WhatsApp યૂઝ કરી રહ્યા છો તો ધ્યાન રાખો જરૂરી વાતો...
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Coronavirus, COVID-19, Janta Curfew, Pandemic, નરેન્દ્ર મોદી, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन