કુંડળીમાં 'જેલ યોગ'! ગુનો કર્યા વગર મરજીથી જેલમાં બંધ થઈ રહ્યા છે લોકો

પ્રતિકાત્મક તસવીર

કુંડળીમાં જો કોઈ દોષ જણાય તો, લોકો તેને દૂર કરવા માટે દરેક પ્રકારનો પ્રયાસ કરે છે. પરંતુ તમે કોઈની કુંડળીમાંથી દોષમુક્ત થવા માટે જેલ જતા સાંભળ્યા છે?

 • Share this:
  કુંડળીમાં જો કોઈ દોષ જણાય તો, લોકો તેને દૂર કરવા માટે દરેક પ્રકારનો પ્રયાસ કરે છે. પરંતુ તમે કોઈની કુંડળીમાંથી દોષમુક્ત થવા માટે જેલ જતા સાંભળ્યા છે? જેલ તો એવી જગ્યા છે, જ્યાં જવાના નામથી ભલ-ભલા અપરાધી પણ ડરે છે, પરંતુ ઉત્તરપ્રદેશમાં લોકો પોતાની મરજીથી જેલના સળીયા પાચલ જઈ રહ્યા છે, અને તે પણ કોઈ પણ પ્રકારનો ગુનો કર્યા વગર. ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના સમાચાર અનુસાર, લોકોનું માનવું છે કે, જો તે જેલમાં કેટલોક સમય વિતાવે, તો તેમની કુંડળીમાંથી દોષ મુક્ત થવાય.

  જ્યોતિષે કહ્યું - કુંડળીમાં છે જેલ યોગ
  લખનઉના ગોમતી નગરમાં રહેતા 38 વર્ષીય રમેશ સિંહે મે મહિનામાં 24 કલાક જેલમાં વિતાવ્યા. આ મુદ્દે તેમણે કહ્યું કે, મારી કુંડળી જોયા બાદ અમારા જ્યોતિષે કહ્યું કે, મારી કુંડળીમાં જેલ યોગ છે, જે મને ભવિષ્યમાં મોટી સમસ્યામાં નાખી શકે છે. આ જાણી મારા પરિવારના લોકો ખુબ ડરી ગયા હતા. જેલ યોગના પ્રભાવથી બચવા માટે જ્યોતિષે મને કોઈ પણ ગુના વગર થોડો સમય જેલમાં રહેવાનો ઉપાય બતાવ્યો હતો. રમેશ સિંહ સિવાય એક અન્ય વ્યક્તિ અંકિત ચતુર્વેદી પણ જાન્યુઆરીમાં જેલમાં ગયા હતા.

  જીલ્લા પ્રશાસનને સોંપી કુંડળીની કોપી
  રમેશ સિંહે એપ્રિલના અંતમાં જીલ્લા તંત્રને પોતાની કુંડળીની એક કોપી સાથે એક અરજી આપી. તેમના પેપર્સની તપાસ બાદ, સિંહને પોલીસ સ્ટેશનના લોકઅપમાં 24 કલાક રહેવાની મંજૂરી આપી દેવામાં આવી. તો તેમના જ્યોતિષે તેને જેલના તમામ નિયમ-કાયદાનું પાલન કરવાનું પણ કહ્યું હતું. સિંહે જણાવ્યું કે, મે ભગવાન પાસે માંગ્યું કે, તે મારા તમામ પાપ માફ કરી દે અને મને સાચો રસ્તા પર ચાલવા માટે મદદ કરે, જેથી હું ક્યારે પણ કોઈ ખોટુ કામ ન કરૂ.

  ડીએમનું શું છે કહેવુ?
  લખનઉ ડીએમ કૌસલ રાજ શર્માએ આ મુદ્દે કહ્યું કે, તેમને આ પ્રકારની 24 અરજીઓ મળી છે. લોકો અમને વિનંતી કરે છે કે, તેમને 24થી 48 કલાક સુધીમાં રહેવા દેવામાં આવે. પરંતુ એવો કોઈ કાયદો નથી કે, અમે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના અપરાધ વગર લોક-અપમાં રાખી શકીએ. જોકે, અમે ધાર્મિક ભાવનાના આધારે આ રીતની ભલામણ કરનારને મંજૂરી આપી રહ્યા છીએ.
  Published by:kiran mehta
  First published: