Video : લો બોલો! એક શિયાળ જંગલના રાજા એવા સિંહને બચકું ભરી ગયું!

News18 Gujarati
Updated: June 18, 2020, 3:11 PM IST
Video : લો બોલો! એક શિયાળ જંગલના રાજા એવા સિંહને બચકું ભરી ગયું!
સિંહણ અને શિયાળનો વીડિયો

જો કે સોશિયલ મીડિયામાં આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

  • Share this:
જંગલમાં સિંહનો આગવો રૂઆબ હોય છે. કહેવાય છે કે સિંહથી દરેક પ્રાણી બચીને જ રહેવામાં માને છે. વળી સિંહની આસપાસ કોઇ આવવાની હિંમત નથી કરતું. હાથી પણ વગર કારણે સિંહને છંછેડવાનું નામ નથી લેતો. પણ એક પ્રાણી છે જે ભલે ભલેને સીધું કરી લે છે. અને આ પ્રાણીનું નામ છે શિયાળ. શિયાળની ચતુરાઇને સૌ કોઇ જાણ છે. ત્યારે હાલમાં જ શિયાળે જંગલના રાજા સિંહ સાથે કંઇક તેવું કર્યું છે કે દુનિયા આખી તેને સોશિયલ મીડિયામાં જોઇએ રહી છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શિયાળે જંગલના રાજા સિંહથી પંગો લેવાનું વિચાર્યું છે. પણ તેની આ હરકત જોઇને તમારા ચહેરા પર પણ હસી આવી જશે.

આ વીડિયોમાં એક શિયાળ સુઇ રહ્યું છે અને સિંહ પાછળથી આવીને તેની પુંછડી પર બટકું ભરીને ભાગી જાય છે. આ વીડિયોને આઇએસએફ ઓફિસર સુશાંત નંદાએ તેમના ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા નંદાએ કહ્યું કે પ્રલોભનને છોડીને દરેક વસ્તુનો વિરોધ કરી શકાય છે.





જો કે સોશિયલ મીડિયામાં આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. અમરદીપ તિવારી નામના યુઝર્સે કર્યું આજે કુછ તુફાની કરતે હૈ.

તો આશુતોષ નામના યુઝરે કહ્યું કે આ તો મોતને અડીને આવવા જેવી વાત છે.



મજાની નામના એક યુઝર્સે લખ્યું કે સિંહણ અને શિયાળનો આ વીડિયો જોઇને લાગે છે કે આ બંને મિત્રો છે.


જો કે જે પણ કહો આ વીડિયો ખરેખરમાં રસપ્રદ છે. આવું ભાગ્યેજ બનતું હોય કે સિંહની સાથે કોઇ નાનું પ્રાણી આવીને આવી મસ્તી કરી જાય. ત્યારે સોશિયલ મીડિયામાં પર લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને તેના પર કૉમેન્ટ અને શેર કરી રહ્યા છે.
First published: June 18, 2020, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading