કહેવાય છે કે, આ ઘાયલ ઘુવડ પતંગની દોરીમાં આવીને ઘાયલ થયું હતું. તેના બંને પગમાં ગંભીર ઈજા થઈ હતી. હાલમાં આ વિલુપ્ત થતી પ્રજાતિના ઘુવડની સારવાર થઈ રહી છે.
જબલપુર: જબલપુરના ગઢા બજારની નજીક એક વિલુપ્ત થતી પ્રજાતિનું ઘુવડ તરફડિયા મારતું જોવા મળ્યું હતું. આ વિસ્તારના લોકોએ તરફડીયા મારતા આ જીવને જોઈને તેની સૂચના વન્યપ્રાણી નિષ્ણાંતોને આપી હતી. કહેવાય છે કે, આ ઘાયલ ઘુવડ પતંગની દોરીમાં આવીને ઘાયલ થયું હતું. તેના બંને પગમાં ગંભીર ઈજા થઈ હતી. હાલમાં આ વિલુપ્ત થતી પ્રજાતિના ઘુવડની સારવાર થઈ રહી છે.
વન્ય પ્રાણી નિષ્ણાંત ગજેન્દ્ર દુબે પાસેથી મળતી જાણકારી અનુસાર, બજારમાં રહેતા વિકાસ નામના વ્યક્તિએ સૂચના આપી હતી કે, પીપળના ઝાડ નજીક એક અજીબોગરીબ પક્ષી ત્યાં તરફડીયા મારી રહ્યું છે. તેને પકડીને લોકો તેની સમસ્યા જાણવાની કોશિશ કરી રહ્યા છે. પણ તેને પકડવા પર તે ચાંચ વડે હુમલો કરી રહ્યું છે. આ મામલાની જાણકારી મળતા વન્ય પ્રાણી નિષ્ણાંત ગજેન્દ્ર દુબે ઘટનાસ્થળ પર પહોંચ્યા અને ઘાયલ ઘુવડનું રેસ્ક્યૂ કરવામાં લાગી ગયા. ઘુવડનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે.
પતંગની દોરીથી ઘાયલ થયું ઘુવડ
વન્ય પ્રાણી નિષ્ણાંત ગજેન્દ્ર દુબેએ જણાવ્યું છે કે, આ બાર્ન ઘુવડ છે. તેને હવેલી ઘુવડ પણ કહેવાય છે. તે જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. વન્ય પ્રાણી નિષ્ણાંત ગજેન્દ્ર દુબેએ જણાવ્યું છે કે, બાર્ન ઘુવડને બંને પગમાં ઈજાના નિશાન છે. પીપડના ઝડમાં તે બેઠુ રહ્યું હતું. તે સમયે તેના પગમાં દોરી વાગી હતી. જેના કારણે તેના બંને પગ કપાઈ ગયા હતા અને ઉડી શકતું નહોતું. મોટા ભાગે પતંગની દોરીથી પક્ષીઓને નુકસાન પહોંચે છે. ઘણી વાર પતંગની દોરીમાં ફસાઈને ઘણા પક્ષીઓના જીવ જતાં રહે છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર